Trending News
સ્થાનિક સમાચાર

શાળાઓ એ જ્ઞાનના મંદિર સમાન : ત્રિકમભાઈ છાંગા 

24 June


પ્રગતિ ના પ્રવેશોત્સવના દ્વિતીય દિવસે રાજ્યમંત્રીના હસ્તે વીરા માધ્યમિક શાળાનું લોકાર્પણ 

અંજાર - કચ્છઉદય : પ્રગતિ ના પ્રવેશોત્સવના દ્વિતીય દિવસે ત્રિકમભાઇ છાંગા (રાજ્ય કક્ષાના મંત્રી, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ) દ્વારા ચંદિયા, સિનુગ્રા અને વીરા ખાતે પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહી ધોરણ ૧, ૯ અને ૧૧માં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો હતો. બાળકો એ આપણા આરાધ્ય છે અને શાળા એ મંદિર તેવું જણાવી વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની અગવડ ન પડે તે સુનિશ્ચિત કરવા સૌને ટકોર કરી હતી. ગત વર્ષના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. એસએમડીસીના સભ્યો સાથે બેઠક કરી શિક્ષણ ને લગતા પ્રશ્નો જાણી નિરાકરણ માટે ખાતરી આપી હતી. પ્રાઈવેટ શાળાઓમાંથી બાળકો સરકારી  શાળામાં પ્રવેશ લે છે તે ગૌરવની વાત છે. તંત્રના પ્રયાસોને તેમણે બિરદાવ્યા હતા.
------- 

Comments

COMMENT / REPLY FROM