શાળા પ્રવેશોત્સવના દ્વિતીય દિવસે ૨૦૬૮૯ વિધાર્થીઓને પ્રવેશ અપાયો
રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગા, સાંસદ વિનોદ ચાવડા તથા ધારાસભ્યો અને ઉચ્ચઅધિકારીઓ સહિતના મહાનુભાવો જોડાયા : અગાઉના વર્ષોમાં ડ્રોપ આઉટ થયેલા વિદ્યાર્થીઓને પુનઃ બેક ટુ સ્કુલ કરવામાં આવ્યા
ભુજ - કચ્છઉદય : સમગ્ર રાજ્યમાં ત્રિ દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો ધમધમાટ ચાલુ છે. કચ્છ જિલ્લામાં કલેક્ટર અનિલ રણાવસિયા અને જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ખૂબ જ સુંદર વાતાવરણમાં પ્રવેશોત્સવ પ્રારંભ કરવામાં આવ્યો છે.
રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી ત્રીકમભાઈ છાંગા ચંદીયા સિનુગ્રા ગામની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો. સાંસદ વિનોદભાઈ ચાવડાએ માનકુવા અને મીરઝાપર ખાતેથી શાળા પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણ કરાવ્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખે દેવપર માંડવી, અબડાસાના ધારાસભ્ય પી એમ જાડેજાએ અબડાસા તાલુકામાં જ્યારે ધારાસભ્ય કેશુભાઈ પટેલ ભુજ તાલુકામાં અને ધારાસભ્ય ગાંધીધામ માલતીબેન મહેશ્વરીએ ગાંધીધામ શહેરમાં, માંડવી મુન્દ્રાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે માંડવી શહેરમાં હાજર રહ્યા હતા. જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમાર પણ જોડાયા હતા.
જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર માંડવી તાલુકા માં રાજયકક્ષાના ઉચ્ચ અધિકારી અર્ચનાબેન ચૌધરી સાથે ફરાદી ગામે આંગણવાડીના ભૂલકાઓને તથા દીકરીઓને નવીન પ્રવેશ કરાવ્યો હતો. રાજ્યના અન્ય અધિકારી ધવલ પંડ્યા તથા મયુર પટેલ સાથે શ્રી પરમારે ભોજન લઈ ગુણવતા ચકાસી દીકરીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેઓની સાથે શિક્ષણ નિરીક્ષક મહેશદાન ગઢવી પણ સાથે રહેલ અને ડી.ટી.આઇ સ્કૂલ માંડવી ખાતેથી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે કચ્છના અંતરિયાળ અને બોર્ડર વિસ્તાર ખડીરના અંતરિયાળ ગામ કલ્યાણપર ખાતે વિદ્યાર્થીઓને વિદ્યારંભ કરાવી વૃક્ષારોપણ પણ કરાવ્યું હતું. પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ વિરાણી મોટી તાલુકો નખત્રાણા ખાતેથી વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવ માં સહભાગી થયા હતા
રાજ્ય કક્ષાએથી એક આઈએએસ અધિકારી સહિત ૧૫ ઉચ્ચ અધિકારીઓ સહિત શિક્ષણ નિરીક્ષક પૃથ્વીરાજસિંહ ઝાલા પણ ભુજ મુકામે જોડાયા હતા. જિલ્લાની વિવિધ શાળાઓમાં કુલ ૬૧૦ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ સંપન્ન કરાવ્યો હતો તેવું જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર સાહેબે વધુમાં ઉમેર્યું હતું
-------

Comments