Trending News
સ્થાનિક સમાચાર

મુન્દ્રા એરપોર્ટના નવા ટર્મિનલના નિર્માણને ભુજ ચેમ્બર ઓફ કોમર્સનો આવકાર 

24 June



ભુજ - કચ્છઉદય : ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન દ્વારા મુન્દ્રા એરપોર્ટના નવા આધુનિક ટર્મિનલના નિર્માણને સહર્ષ આવકારવામાં આવ્યું છે. અંદાજે ૧૯૦૦ મીટર લાંબો રનવે, વિશાળ વેઇટિંગ લાઉન્જ, ચેક-ઇન સુવિધાઓ, પાર્કિંગ અને ફૂડ કોર્ટ જેવી વિશ્વસ્તરીય સુવિધાઓ ધરાવતું આ ટર્મિનલ કચ્છની હવાઈ કનેક્ટિવિટીમાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે. સંસ્થાના પ્રમુખ અનિલ ગોરના જણાવ્યા અનુસાર, દેશના અગ્રણી ઔદ્યોગિક અને લોજિસ્ટિક્સ કેન્દ્ર તરીકે ઉભરી રહેલા કચ્છ માટે આ સેવા સમયની માંગ હતી, જેનાથી ઉદ્યોગકારો, પ્રવાસીઓ અને સામાન્ય નાગરિકોને મુંબઈ તેમજ અમદાવાદ જેવા શહેરો સાથે ઝડપી કનેક્ટિવિટી મળશે. ભુજ એરપોર્ટ સંરક્ષણ મંત્રાલય હેઠળ હોવાથી ત્યાં મંજૂરીઓની મર્યાદાઓ નડે છે, જ્યારે મુન્દ્રા એરપોર્ટ ખાનગી ક્ષેત્ર દ્વારા સંચાલિત હોવાથી ત્યાં નવી એરલાઇન્સ અને રૂટ્‌સ શરૂ કરવાની પ્રક્રિયા સરળ અને ઝડપી બનશે. આ ઐતિહાસિક અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બદલ ચેમ્બર દ્વારા અદાણી ગ્રુપ, એરપોર્ટ મેનેજમેન્ટ અને સમગ્ર ટીમનો આભાર માની અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
--------- 

Comments

COMMENT / REPLY FROM