Trending News
સ્થાનિક સમાચાર

શિક્ષણ સમાજનો સંકલ્પ બનવો જોઈએ : વિનોદ ચાવડા 

24 June




મંગવાણા હાઈસ્કુલ ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો : પર છાત્રોનું નામાંકન થયું : અગ્રણી ઉપસ્થિત રહ્યા 

નખત્રાણા-કચ્છઉદય : તાલુકાના પ્રગતિશીલ મંગવાણા ગામે હાઈસ્કૂલ ખાતે પ્રગતિનો પ્રવેશોત્સવની શુભ શરૂઆત કરાવતા સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાએ કહ્યું કે શિક્ષણ માત્ર સરકારનો વિષય નથી પરંતુ સમગ્ર સમાજનો સંકલ્પ બનવો જોઈએ. આ વિચાર બીજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો હતો. આજે વટવૃક્ષ બન્યું છે. બાળકોનો સર્વાગી વિકાસ શિક્ષણની ગુણવતા સાથે સાથે શિક્ષણ નિતિઓ આ મુળ પરિવર્તન બાલવાટિકાનું સાર્વત્રિક અમલીકરણ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. તેમણે કન્યા કેળવણી પર ભાર મુકયો હતો.સ્વાગત કરતા ગામના પુર્વ સરપંચ ધર્મેન્દ્રગીરી ગોસ્વામી કહ્યું કે સંસદ વિનોદભાઈ ચાવડા આજ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી છેક સંસદ સભ્ય સુધી પહોંચ્યા છે અને આજે ઉચ્ચ પદ પર રહી મંગવાણા હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવમાં પધાર્યા છે. તે ગામ માટે ગૌરવની  વાત છે.જિલ્લા ભાજપના મહામંત્રી હિતેશભાઈ ખંડોલ, તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન નીતિનગીરી ગોસ્વામીએ વિકસીત ભારતનું નિર્માણ કરવું હોય તો આપણા બાળકોના સ્વપ્નાને બળ આપવું પડશે. આ કાર્યક્રમમાં તાલુકા ભાજપના પ્રમુખ ધર્મેશભાઈ કેસરાણી, તા.કં.ભ. ગૌતમભાઈ ચૌધરી, મોહનભાઈ ચાવડા, તા.પં.ના સ્મૃતિબેન ભીમાણી, સરપંચ અરૂણાબેન ગોસ્વામી, રોહા સરપંચ નિતીનગીરી ગોસ્વામી, સુખપર સરપંચ વિક્રમભાઈ ગરવા, વરમસેડા સરપંચ શીવજીભાઈ રબારી, નરેશભાઈ મહેશ્વરી (તરા), ચેતન બાબુલાલ ઠક્કર, જયંતીભાઈ પટેલ, રવજી ડાયાભાઈ પટેલ, ઈકબાલ સોઢા,  ખીમજીભાઈ, વાલજીભાઈ લુહાર, જીતેન્દ્રભાઈ નરેન્દ્ર ગરવા, સાલેભાઈ કોળી, શાળા સ્ટાફ, ગ્રા.પં. સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર કિટ અપાઈ હતી. સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. બાળકોએ પ્રાર્થનાગીત સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યા હતા. મોટી સંખ્યામાં ગ્રામજનો, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------

Comments

COMMENT / REPLY FROM