રામસર સાઇટ નજીક લાખો માછલીઓના રહસ્યમય મોતથી ચકચાર
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારી અને પર્યાવરણપ્રેમીઓની ચિંતામાં ભારે વધારો કરતી ઘટના સામે આવી છે. વૈશ્વિક સ્તરે મહત્વ ધરાવતી રામસર સાઇટની બિલકુલ નજીક આવેલા છસલા અને ફુલાઈ ગામ વચ્ચેના એક મોટા ઢંઢ એટલે કે કુદરતી તળાવમાં લાખોની સંખ્યામાં માછલીઓના રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યા હોવાનો સનસનાટીભર્યો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ વિશાળ જળાશયના પાણીની સપાટી પર જ્યાં જુઓ ત્યાં માત્ર મૃત માછલીઓ જ તરતી દેખાઈ રહી છે, જેને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.આ ભયાનક હોનારતની સત્ય હકીકત ત્યારે બહાર આવી જ્યારે સ્થાનિક સ્તરે કોઈ નાગરિક દ્વારા આ સમગ્ર ઘટનાનો એક વીડિયો શૂટ કરવામાં આવ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થતાં જ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. વીડિયોમાં કિનારાથી લઈને તળાવની અધવચ્ચે સુધી લાખોની સંખ્યામાં નાની-મોટી માછલીઓ મૃત અવસ્થામાં પાણી પર તરી રહી છે. સામૂહિક મોતના આ દ્રશ્યો એટલા વિચિત્ર અને ચિંતાજનક છે કે જેને જોઈને કોઈપણ સંવેદનશીલ વ્યક્તિનું હૃદય દ્રવી ઊઠે.આ અકાળે થયેલા વિનાશને કારણે સ્થાનિક પર્યાવરણપ્રેમીઓ અને જીવદયાપ્રેમીઓમાં ઘેરા શોકની સાથે ભારે રોષની લાગણી જન્મી છે. રામસર સાઇટની નજીકનો આ વિસ્તાર અનેક ચિંતાજનક છે કે જેને જોઈને કોઈપણ સંવેદનશીલ વ્યક્તિનું હૃદય દ્રવી ઊઠે.આ અકાળે થયેલા વિનાશને કારણે સ્થાનિક પર્યાવરણપ્રેમીઓ અને જીવદયાપ્રેમીઓમાં ઘેરા શોકની સાથે ભારે રોષની લાગણી જન્મી છે. રામસર સાઇટની નજીકનો આ વિસ્તાર અનેક યાયાવર અને સ્થાનિક પક્ષીઓ માટેનું આશ્રયસ્થાન ગણાય છે. આવા સંવેદનશીલ વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં જળચર જીવોના મોત થવા તે સમગ્ર નિવસનતંત્ર એટલે કે ઇકોસિસ્ટમ માટે એક મોટો ખતરો સાબિત થઈ શકે છે. પર્યાવરણવાદીઓએ આશંકા વ્યક્ત કરી છે કે જો આ પ્રદૂષિત પાણી અથવા મૃત માછલીઓનો ખોરાક તરીકે ઉપયોગ અન્ય પક્ષીઓ કરશે તો પક્ષીઓના મોતના બનાવો પણ સામે આવી શકે છે. લાખો માછલીઓના આ સામૂહિક અને રહસ્યમય મોત પાછળનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને તે એક મોટો કોયડો બનેલો છે. પ્રાથમિક દ્રષ્ટિએ પાણીમાં ઓક્સિજનની માત્રા અચાનક ઘટી જવી, કોઈ ઝેરી રસાયણ કે દૂષિત પાણીનો તળાવમાં નિકાલ થવો અથવા તો ઉનાળાની આકરી ગરમીના કારણે પાણીના તાપમાનમાં થયેલો અસામાન્ય ફેરફાર જવાબદાર હોઈ શકે છે. જો કે, સત્ય હકીકત તો વૈજ્ઞાનિક તપાસ બાદ જ બહાર આવી શકશે. આ ગંભીર ઘટનાને પગલે જાગૃત નાગરિકો અને પર્યાવરણ સુરક્ષા ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠાવવામાં આવી છે. તળાવના પાણીના નમૂના લઈને તેને તાત્કાલિક લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે. તંત્ર દ્વારા આ મામલે કેટલી ઝડપથી પગલાં લેવામાં આવે છે અને મોતનું સાચું કારણ ક્યારે બહાર આવે છે તેના પર હવે સૌની મીટ મંડાયેલી છે.

Comments