કોટડા (રોહા) ખાતે શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા
નખત્રાણા-કચ્છઉદય : કોટડા (રોહા) ગામે શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડો. શશીકુમાર (આઈ.એફ.એસ., સીસીએફ પ્રોજેક્ટ, ગાંધીનગર) ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન નિતીનગીરી ગોસ્વામી, આર.એફ.ઓ. વિજય મોદી, જિલ્લા પંચાયત સભ્ય મંજુલાબેન ચાવડા, કોટડા સરપંચ ધનગૌરીબેન ગોસ્વામી, શાળા આચાર્ય રણજિતસિંહ, રોહા સરપંચ નિતીનગીરી ગોસ્વામી, ગામના આગેવાનો મીઠુંભાઈ, મોહનગીરી અને ખત્રીભાઈ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ કન્યા શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં વાલીઓ, શિક્ષકો અને ગ્રામજનોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
-----------

Comments