Trending News
સ્થાનિક સમાચાર

મખણા રબારી સમાજ દ્વારા આયોજિત શિવકથા વિરામ પામી

23 June



મખણા : મખણા રબારી સમાજ દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથામાં ભુજ ઓમ સંસ્કારધામના આંતરરાષ્ટ્રીય યુવા કથાકાર ધ્રુવકુમાર શાસ્ત્રીજીએ જણાવ્યું હતું કે, શિવ શાંતિ, કલ્યાણ અને મોક્ષધામના દાતા છે. મખણા રબારી સમાજ દ્વારા નવ દિવસની કથા દરમ્યાન બે ટાઈમ મહાપ્રસાદની સેવા કરવામાં આવી હતી. કથા દરમ્યાન લઘુ મહંત નાગરદાસજી બાપુ, મહા મંડલેશ્વર ૧૦૦૮ રામબાલકદાસજી બાપુ,જેશા ભુવાજી, ધુલા ભુવાજી લાખા ભોપા, પન્ના પોભા, હિરા ભોપા, સાંગા ભૂપા, મંગલ ભૂપા, ભાગવતાચાર્ય મહેશભાઈ ભટ્ટ, દિલીપદાદા, કાનજી દાદા, પૂજારી મોહનગર ગુંસાઈ, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જયમલભાઈ રબારી, વંકાભાઈ , મમુ ભક્ત રબારી, કથા સમિતિના રબારી, સેવા દેવા, રબારી હિરા દેવા, વિક્રમ કાનજી, રવા વાંકા, કાના પાલા, વેરશી જગા, રામા જખુ, રવિભાઈ રબારી, સામતભાઈ, આલાભાઈ સહિતનાએ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લીધો હતો. કથા વિરામ સમયે વ્યસન મુક્તિનો નિયમ લેવાયો હતો. સંચાલન રબારી રવિ રામા રામાએ કર્યું હતું.
-----------------

Comments

COMMENT / REPLY FROM