પ્રમુખસ્વામી નગરમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે વિશિષ્ટ યોગાસનની રચના કરાઈ
ભુજ-કચ્છઉદય : વિશ્વ યોગ દિવસ નિમિત્તે ભુજના પ્રમુખ સ્વામીનગર સ્થિત ગુણાતીત ચોક ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનર જશોદાબેન ગૌરી દ્વારા વિશિષ્ટ યોગાસનની રચના કરી યોગ દિવસને સમર્પિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમના યોગ શિષ્યો પણ જોડાયા હતા અને યોગના મહત્ત્વ અંગે જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સૌએ નિયમિત યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
---------

Comments