Trending News
ક્રાઈમ

ભચાઉની લીધેશ્વર કેનાલના સાયફનમાંથી  અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો

23 June


 અજાણ્યા મૃતકની ઓળખ અને મૃત્યુના કારણો અંગેની હાથ ધરાઈ તપાસ

ભચાઉ - કચ્છઉદય :  લીધેશ્વર કેનાલ નજીક આવેલા સાયફન પાસેથી આજે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. આજ રોજ સવારે ૧૦ઃ૫૪ કલાકે ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમને કેનાલના સાયફન પાસે એક માનવ શરીર તરતું હોવાનો આપાતકાલીન કોલ મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ફાયર ફાઈટરોની ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ત્યાં પહોંચીને જોતાં કેનાલના પાણીમાં એક મૃતદેહ તરી રહ્યો હોવાનું માલૂમ પડ્યું હતું. આ અંગે ફાયર ટીમ દ્વારા તુરંત જ સ્થાનિક પોલીસને વાકેફ કરવામાં આવી હતી. પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યા બાદ, ફાયર ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવીને મૃતદેહને કેનાલના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી અર્થે મૃતદેહને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.આ સમગ્ર બચાવ અને રાહત કામગીરીમાં ભચાઉ નગરપાલિકા ફાયર ટીમના પ્રવીણ દાફડા, કુલદીપભાઈ અને શક્તિસિંહ જોડાયા હતા. ફાયરની આ ટીમે ઘટનાસ્થળે હાજર 
પોલીસ સ્ટાફની સાથે મળીને ખૂબ જ સરાહનીય અને સંકલિત કામગીરી પાર પાડી હતી. હાલમાં પોલીસ દ્વારા આ મૃતદેહ કોનો છે અને તેનું મોત કયા સંજોગોમાં થયું છે તે દિશામાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.


 

Comments

COMMENT / REPLY FROM