Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં વધુ એક ઔદ્યોગિક એકમનો વિકાસના નામે પર્યાવરણ સાથે છાનો ખેલ?વરસાણા ઈસ્પાત લી. કંપનીના વિસ્તરણ સામે ભભુકયો આંતરીક જનાક્રોશ

23 June


અંજાર તાલુકાના વરસાણા ગામ નજીક આવેલી વરસાણા ઈસ્પાત લિમિટેડ દ્વારા ઉત્પાદન ક્ષમતા અને વીજ ઉત્પાદન ક્ષમતામાં મોટા પાયે વધારો કરવાનો પ્રસ્તાવ રજૂ થતાં સ્થાનિકોમાં ઉભા થયા અનેક પ્રશ્નો

અનેક સવાલો હજુ યથાવત : તંત્ર અંધારામાં કે આંખમિંચામણા?


• દરરોજના વિશાળ કોલસા વપરાશથી હવાની ગુણવત્તા પર શું અસર પડશે? 
• પાણીની અછત વચ્ચે વધારાનું પાણી ક્યાંથી મેળવવામાં આવશે? • ગંદા પાણી અને ઔદ્યોગિક કચરાના નિકાલની વ્યવસ્થા કેટલી સુરક્ષિત છે? • ભૂકંપપ્રભાવિત વિસ્તારમાં આપત્તિ સમયે બચાવની શું યોજના છે? • અગાઉ મળેલી રેગ્યુલરાઇઝેશન આધારિત મંજૂરી પાછળના કારણો શું હતા?


ગાંધીધામ : અંજાર તાલુકાના વરસાણા ગામ નજીક આવેલી વરસાણા ઈસ્પાત લિમિટેડ દ્વારા ઉત્પાદન ક્ષમતા અને વીજ ઉત્પાદન ક્ષમતામાં મોટા પાયે વધારો કરવાનો પ્રસ્તાવ રજૂ થતાં સ્થાનિકોમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. એક તરફ સરકાર અને ઉદ્યોગ જગત વિકાસ, રોજગારી અને રોકાણની વાત કરી રહ્યા છે, તો બીજી તરફ પર્યાવરણ, પાણી અને જાહેર આરોગ્ય અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત થઈ રહી છે. પ્રસ્તાવ મુજબ કંપની હાલની ઉત્પાદન ક્ષમતા કરતાં ત્રણ ગણાથી વધુ વધારો કરવા માંગે છે. આ સાથે કોલસાના વપરાશમાં પણ ભારે વધારો થવાનો છે. કચ્છ જેવા પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તારમાં દરરોજ હજારો મેટ્રિક ટન કોલસાના વપરાશથી હવાની ગુણવત્તા, ધૂળ પ્રદૂષણ અને કાર્બન ઉત્સર્જન અંગે સવાલો ઉભા થયા છે. કચ્છ પહેલેથી જ પાણીની અછતનો સામનો કરી રહ્યો છે ત્યારે દરરોજ હજારો કિલોલિટર તાજા પાણીની જરૂરિયાત અને ગંદા પાણીના નિકાલ અંગે પણ લોકો ચિંતિત છે. ગામ અને જળસ્ત્રોતોની નજીક આવેલા આ પ્રોજેક્ટની અસર અંગે સ્વતંત્ર અને પારદર્શક અભ્યાસ કરાવવાની માંગ ઉઠી રહી છે. સ્થાનિકોનો મુખ્ય સવાલ એ છે કે પ્રોજેક્ટથી રોજગારી કેટલી મળશે અને તેના બદલામાં પર્યાવરણ તથા આરોગ્યને કેટલું નુકસાન સહન કરવું પડશે? વિકાસ અને રોકાણનું સ્વાગત હોવું જોઈએ, પરંતુ તેની સાથે પર્યાવરણ, પાણી અને લોકોના આરોગ્યનું રક્ષણ પણ એટલું જ જરૂરી છે. હવે નજર સરકાર, નિયામક સંસ્થાઓ અને જાહેર સુનાવણી પ્રક્રિયા પર રહેશે કે તેઓ લોકોની ચિંતાઓને કેટલી ગંભીરતાથી લે છે.


.........................


હવે સરકારી વિભાગોએ શું કરવું જોઈએ?

જીપીસીબી, જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા આરોગ્યતંત્ર, રાજય આપત્તી વ્યવસ્થાપન સત્તામંડળ સહિતનાઓ કેમ કુંભકર્ણિ નિંદ્રામાં


ગાંધીધામ : - ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ  દ્વારા હવા, પાણી અને અવાજ પ્રદૂષણના સંભવિત પ્રભાવ અંગે સ્વતંત્ર વૈજ્ઞાનિક અભ્યાસ જાહેર કરવો જોઈએ. ઉપરાંત પ્રદૂષણ નિયંત્રણ સાધનોની કાર્યક્ષમતા અંગે સમયાંતરે જાહેર અહેવાલ બહાર પાડવા જોઈએ. પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા સમગ્ર ઈૈંછ રિપોર્ટ, જોખમ મૂલ્યાંકન અને જાહેર સુનાવણીની પ્રક્રિયાને સંપૂર્ણ પારદર્શક બનાવવી જોઈએ જેથી સ્થાનિક લોકોના પ્રશ્નોનો યોગ્ય જવાબ મળી શકે. - જિલ્લા કલેક્ટર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોના લોકો સાથે ખુલ્લી ચર્ચા કરી તેમની લેખિત રજૂઆતોને નિર્ણય પ્રક્રિયામાં સ્થાન આપવું જોઈએ. - ભૂગર્ભ જળ વિભાગ અને જળસંપત્તિ વિભાગ દ્વારા પાણીના સ્ત્રોતો પર થનારી અસરનું વિશેષ મૂલ્યાંકન કરવું જોઈએ અને પાણીના ઉપયોગ માટે કડક મોનિટરિંગ વ્યવસ્થા અમલમાં મૂકવી જોઈએ.-  જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પ્રોજેક્ટ શરૂ થાય તે પહેલાં અને પછી આસપાસના વિસ્તારોમાં જાહેર આરોગ્ય સર્વે હાથ ધરી પ્રદૂષણ સંબંધિત રોગોની સ્થિતિ પર સતત નજર રાખવી જોઈએ. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને સંબંધિત એજન્સીઓએ ભૂકંપ ઝોન-પમાં આવેલા આ વિસ્તારમાં ઔદ્યોગિક અકસ્માત અને કુદરતી આપત્તિ સામેની તૈયારીઓનું સ્વતંત્ર ઓડિટ કરવું જોઈએ.

.................





 

Comments

COMMENT / REPLY FROM