Trending News
ક્રાઈમ

પંજાબથી કચ્છ સુધી હેરોઈન કાંડનોે પર્દાફાશ

23 June

ટીમ પૂર્વ કચ્છ એસપીની નશાના કારોબાર સામે વધુ એક લાલઆંખ



ટોલ નાકા પાસે હેરોઈન સાથે બે શખ્સો દબોચાયા : સામખીયાળી પોલીસનો સપાટો


ગાંધીધામ :પૂર્વ કચ્છ જિલ્લામાં ચાલી રહેલા “NO DRUGS IN EAST KUTCH CAMPAIGN ” અંતર્ગત સામખીયારી પોલીસે હેરોઈનના જથ્થા સાથે પંજાબના બે શખ્સોને ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે.પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તેમજ ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ સામખીયારી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ. ઝાલાના નેતૃત્વમાં સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે દલીપસિંઘ રસલસિંઘ (ઉ.વ. ૪૦), રહે. ભૈયાન, ગુરદાસપુર, પઠાનકોટ (પંજાબ) તથા અક્ષય અશોક શર્મા (ઉ.વ. ૩૧), રહે. ભૈયાન, ગુરદાસપુર, પઠાનકોટ (પંજાબ) સામખીયારી સ્મશાન બ્રિજ તરફથી ટોલ પ્લાઝા નજીકના સર્વિસ રોડ પર આવી રહ્યા છે અને તેમની પાસે માદક પદાર્થ હોવાનું જાણવા મળ્યું હતું.બાતમીના આધારે પોલીસે સરકારી પંચોની હાજરીમાં રેડ કરી બંને આરોપીઓને ઝડપી લીધા હતા. તપાસ દરમિયાન તેમની પાસે રહેલા અથાણાના ડબ્બામાંથી ૨૨.૨૮૦ ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું.પોલીસે આરોપીઓ પાસેથી રૂ.૪,૪૫,૫૦૦ કિંમતનું હેરોઈન, બે મોબાઈલ ફોન (રૂ.૧૨,૦૦૦), રૂ.૭૫૦ રોકડા, આધાર-પાન કાર્ડ સહિતના ઓળખપત્રો અને બે રેલવે ટિકિટો મળી કુલ રૂ.૪,૫૮,૩૫૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.આ મામલે બંને આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ-૧૯૮૫ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી પીઆઈ જે.એમ. ઝાલા તથા સામખીયારી પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Comments

COMMENT / REPLY FROM