Trending News
સ્થાનિક સમાચાર

લખપત ગુરુદ્વારા ખાતે નિરંજના પંકજ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

22 June



રાપર - કચ્છઉદયઃ શ્રીમતિ નિરંજના પંકજ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ -કચ્છ દ્વારા પવિત્ર અને ઐતિહાસિક સ્થળ લખપત મઘ્યે લખપત ગુરૂદ્વારા સાહેબના પવિત્ર પરીસરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જામનગર યુનિવસિર્ટીના પૂર્વ કુલપતિ ડો. હિતેશભાઈ જાનીની પ્રેરણા હેઠળ યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કેશરીદેવસિંહ ઝાલા, પ્રધુમનસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમના આયોજક અને ટ્રસ્ટના પ્રમુખ તથા રાપર મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ તમામ અતિથિઓ અને યોગસાધકોનું સ્વાગત કરવા સાથે જણાવ્યું હતું કે,  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર વિશ્વના કલ્યાણ અર્થે યોગનો પ્રચાર-પ્રસાર અને યોગ દ્વારા અનેક નાગરિકોના આરોગ્યમાં તેમજ માનસિક સ્વાસ્થ્યમાં પરીવર્તન આવેલ છે. વશુધૈવ કુટુંમ્બકમની પ્રબળ ભાવના દ્વારા વિશ્વ બંધુત્વનો ભાવ દ્વારા સમગ્ર વિશ્વમાં ભારતની મૈત્રી દ્વારા વિશ્વ સાથેના સંબધો મજબુત બન્યા છે.
રાજય સભાના સાંસદ કેશરીદેવસિં હઝાલાએ આ અવસરે ભારતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિશ્વને આંતરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરાવ્યા બદલ તેમનો આભાર વ્યકત કર્યો હતો અને વડાપ્રધાન આ સરહદના આ વિસ્તારને કયારે પણ ભુલ્યા નથી. સરહદના રખોપા કરતા જવાનો સાથે હમેંશા તેઓ તહેવારો મનાવવા સાથે તેમની પડખે ઉભા હોય છે તેમજ તેઓ અનેક કાર્યક્રમોમાં લખપતનો ગુરૂદ્ધારાનો ઉલેખ કરી ગુરૂ દ્વારા પ્રત્યેની પોતાની શ્રદ્ધા અને ભાવ દર્શાવે છે. તેમની કચ્છ પ્રત્યેની વિશેષ લાગણી રહી છે. કચ્છના વિકાસ માટે હમેશા તત્પર રહેતા હોય છે. આ પ્રસંગમાં ઉદબોધન આપતા ધારાસભ્ય દ્વારા આ વિસ્તારના વિકાસ સાથે યોગને જીવનમાં ઉતારવાની સમજણ આપી હતી. 
આ ભવ્ય ઉજવણીમાં સંઘના આગેવાન હિમતસિંહજી વસણ, ખાનજી જાડેજા, સુરેન્દ્રસિંહ જાડેજા, વિક્રમસિંહ સોઢા, રાજુભાઈ સરદાર, હર્ષદભાઈ ઠકકર, તાલુકા ભાજપના મહામંત્રી જેતમાલજી જાડેજા, ગણપતભાઈ રાવલ, ચંદ્રદાન ગઢવી, લખપતના ઉપસંરપંચ ન બાદલભાઈ ઠકકર, યુવા મોરચાના પ્રમુખ મયુરસિંહ જાડેજા, દેવુભા સોઢા, ભવાનભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકા  જે.ડી.મહેશ્વરી, બીએસએફના અધિકારી ઈન્સ્પેકટર દાસ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી.
યોગ દિવસના આ પ્રસંગે લખપત ગુરૂદ્વારાના હેડ ગ્રંથી જ્ઞાનિ ફહતેહસિંહજી, જ્ઞાનિ બલદેવસિંહે આર્શીવચન પાઠવેલ હતા. સરહદના સંત્રી એવા બીએસએફના જવાનો, કેજીબીવી દયાપરની બાળાઓ તથા શિક્ષકગણ, લખપત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં જોડાઈ યોગાભ્યાસ કર્યો હતો. હિતેશભાઈ ચૌધરી દ્વારા યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો. પૂર્વ જિલ્લા પંચાયતના ચેરમેન નરેશભાઈ મહેશ્વરી દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.
------

Comments

COMMENT / REPLY FROM