કચ્છી દશા ઓશવાળ જૈન મહિલા મંડળ ભુજ દ્વારા યોગ દિવસ ઉજવાયો
ભુજ - કચ્છઉદય : કચ્છી દશા ઓશવાળ જૈન મહિલા મંડળ ભુજ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કેડીઓ ભવન વર્ધમાનનગર મધ્યે કરવામાં આવી હતી. મહાજન, મહિલા મંડળ, યુવક મંડળના સભ્યોએ યોગ કર્યા હતા. યોગ કોચ યોગીતાબેન સોનીએ યોગની સમજ પૂરી પાડી યોગ કરાવ્યા હતા. મંડળના પ્રમુખ જયાબેન મુનવર, ઉપપ્રમુખ જયુબેન શાહ, મંત્રી જીનાલી મુનવર, અમિતા જૈન, દીપ્તીબેન મોતા, ડીમ્પલ ધરમશી, નિશા ખોના, હર્ષા શાહ, ગુણવંતીબેન મોતા, રેવન્તી મુનવર, દક્ષા છેડા, લીલાવંતી મુનવર, દિલીપભાઇ મોતા, મહેન્દ્રભાઇ લોડાયા, અનીલ શાહ, તુષાર જૈન, હિતેશ ધરમશી, હીરાલાલ લોડાયા, કર્મ શાહ, કનિષ્ક શાહ સહિતનાંઓએ યોગ અંગે જ્ઞાન મેળવ્યું હતું. મહિલા મંડળ દ્વારા યોગીતાબેન સોનીનું બહુમાન કરવામાં આવ્યું હતું.
---------

Comments