Trending News
સ્થાનિક સમાચાર

ભુજ વિષ્ણુ ધર્મ સ્કૂલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ 

22 June



ભુજ-કચ્છઉદય : ભુજ સ્થિત વિષ્ણુ ધર્મ સ્કૂલ ખાતે ૨૧ જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વિવિધ યોગાસનો તથા પ્રાણાયામનું પ્રદર્શન કરી યોગના મહત્વ વિશે જાણકારી મેળવી હતી. શાળાના ટ્રસ્ટી હેતલબેન બારોટ અને ટ્રસ્ટી હિમાંશુ બારોટે વિદ્યાર્થીઓને યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવાનો સંદેશ આપ્યો હતો. પ્રિન્સિપાલ ગીતાબેન સોનીએ યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો વિશે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થતાં સૌએ નિયમિત યોગાભ્યાસ કરવાનો સંકલ્પ કર્યો હતો. 
-----

Comments

COMMENT / REPLY FROM