કુકડસર ગામમાં સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરાયું
૭૪ હજારની જમીન સરકાર હસ્તક લેવાઈ
મુંદરા - કચ્છઉદય : મુંદરા તાલુકાના કુકડસર ગામે સરકારી જમીન પર થયેલું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું છે. આ અંગે મુંદરા મામલતદાર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને સંબંધિત પક્ષને રજૂઆતની પૂરતી તક આપવામાં આવી હતી અને ત્યારબાદ જમીન પરનું દબાણ હટાવવાનો આખરી હુકમ કરાયો હતો. કુકડસર ગામની આ અંદાજે ૧૧૯૪ ચોરસ મીટર સરકારી જમીનની બજાર કિંમત રૂપિયા ૭૪ હજાર થાય છે. કલેક્ટર અનિલ રાણાવસિયા તથા મુંદરાના પ્રાંત અધિકારી બી.એચ. ઝાલાના માર્ગદર્શન હેઠળ મુંદરા મામલતદાર કે.એસ. ગોંદિયા અને તેમની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ ગેરકાયદેસર દબાણ સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા આ સરકારી જમીનનો કબજો વિધિવત રીતે સરકાર પક્ષે સુપ્રત કરવામાં આવ્યો છે.

Comments