ખારીરોહરમાં મેગા ડિમોલેશન : સરકારી જમીન પરનું ધાર્મિક દબાણ દૂર
૨૦૦થી વધુ પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી પૂર્ણ : ૨ DYSP, ૪PI, ૮ PSI સહિતનો કાફલો તૈનાત, વહીવટી તંત્રની હાજરીમાં ઓપરેશન હાથ ધરાયું
ગાંધીધામ : ગાંધીધામ તાલુકાના ખારીરોહર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ધાર્મિક દબાણને દૂર કરવા માટે તંત્ર દ્વારા મેગા ડિમોલેશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સંવેદનશીલ ગણાતી આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત અને લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ ખારીરોહર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ધાર્મિક દબાણને દૂર કરવા માટે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર ઓપરેશન દરમિયાન ૨ નાયબ પોલીસ અધિક્ષક (ડ્ઢઅજીઁ), ૪ પોલીસ ઇન્સ્પેક્ટર (ૈઁં), ૮ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (ઁજીૈં) સહિત ૨૦૦થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. જેના કારણે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો.નાયબ મામલતદાર સહિતના વહીવટી અધિકારીઓની હાજરીમાં હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં જરૂરી મશીનરી અને તંત્રના કર્મચારીઓ પણ જોડાયા હતા. કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને સુરક્ષાના ઘેરામાં લઈ લેવામાં આવ્યો હતો. તેમજ સ્થળ પર સતત દેખરેખ રાખવામાં આવી હતી. તંત્રના સૂત્રોના જણાવ્યા મુજબ સરકારી જમીન પર થયેલા દબાણોને દૂર કરવાની ઝુંબેશ અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને ચુસ્ત નજર રાખવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, સંવેદનશીલ ગણાતી આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી અને તંત્ર દ્વારા શાંતિપૂર્ણ રીતે ડિમોલેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
સરકારી જમીનને દબાણમુક્ત કરવાના આ ઓપરેશનને લઈને સ્થાનિક સ્તરે પણ ચર્ચાનો વિષય બન્યો હતો.
..............

Comments