નખત્રાણા નગરપાલિકાની સામાન્ય સભામાં કનડતા પ્રશ્નોની ગાજ વરસી
વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી : રખડતા ઢોર, સફાઈ, દબાણ, રસ્તા, પાણી સહિતના વિવિધ પ્રશ્નો ઉઠ્યા : નવનિયુક્ત ચેરમેનોના સન્માન થયા
નખત્રાણા - કચ્છઉદય : રામેશ્વર મંદિર ખાતે નખત્રાણા નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા મળી હતી. નગરપતિ વસંતભાઈ વાઘેલાના પ્રમુખ સ્થાને મળેલી બેઠકમાં ચીફ ઓફિસરે તમામ સભ્યોને આવકારી એજન્ડા રજૂ કર્યો હતો. કારોબારી ચેરમેન ચંદનસિંહ રાઠોડે નવા વરાયેલા વિવિધ સમિતિના ચેરમેનો નામોની ઘોષણા કરી હતી. તમામ ચેરમેનોનું વસંતભાઈ વાઘેલાનું સન્માન કર્યું હતું. ઉપપ્રમુખ દમયંતીબેન સેંઘાણી, જાગૃતિબેન પલણ દંડક તથા શાસક પક્ષના નેતા સવિતાબેન મંચસ્થ રહ્યા હતા. સામાન્ય સભા અગાઉ ભાજપના પ્રભારી પરેશભાઈ ભાનુશાલી, પ્રમુખ ધર્મેશભાઈ કેસરાણી, હરિસિંહ રાઠોડ, અશ્વિન સોની, જીતેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ સામાન્ય સભામાં નામો ઘોષિત થયા હતા. સામાન્ય સભામાં રર જેટલા વિવિધ મુદાઓ ઉઠ્યા હતા, જેમાં વિવિધ સમિતિઓની રચના, ભાડાની કચેરી, ફર્નિચર લાઈટીંગના ભાવો મંજૂર કરવા, સફાઈ માટે ટ્રેકટર ખરીદી કરવું, નગરપાલિકા મંજૂર થયેલ જમીન પર બિલ્ડિંગ ડિઝનાઈન એસ્ટીમેન્ટ પ્લાન વડી કચેરીએ મોકલવા, જુદી જુદી પાણી સમિતિમાં નગરપાલિકા સમાવેશ કરવા, નખત્રાણા - માતાનામઢ રોડ ઉપર સ્ટ્રીટ લાઈટ પ્રોજેકટ અંગે વડી કચેરીએ દરખાસ્ત મોકલવા, જીએમડીસી દ્વારા મળેલ ગ્રાન્ટ અંતર્ગત મંજૂર થયેલ ટાવરની મંજૂરી, નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન સમયે કરવાની થતી કામગીરી ખર્ચ - મંજૂરી બાબત, મુક્તિધામની જગ્યા પર બનેલ ચીમની નિભાવવી, ઓટલ - રૂમ માટે મંજૂરી, સફાઈના જરૂરી સાધનો, રખડતા ઢોરો, ગૌશાળામાં મોકલવા સહિતના મુદા ઉપરાંત કન્યા શાળા સહિત સ્થળે દબાણો દૂર કરવા, સફાઈ, કાંયાવાળા પાણીનો નિકાલ, પાણી વેરાના ભાવમાં વધારો, નિયમિત વેરા ભરવા સહિતના પ્રશ્નોની ગાજ વરસી હતી. નખત્રાણા નગરપાલિકામાંથી એપીએમસીમાં મનોજભાઈ કાંતિલાલ રૈયાણીની વરણી કરવામાં આવી છે. કોંગ્રેસના હાજી મુસા કુંભારે મુદા નંબર ૧૮, ૧૯ બાબતે ધારદાર રજૂઆત કરી હતી. કોંગ્રેસના ઉમરાબેન જેપાર, પીંજારા યાસ્તિમનબેન સહિત તેમાં સુર પુરાવ્યો હતો. સામાન્ય સભામાં ભાજપના ર૪ તથા કોંગ્રેસના ૪ કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા. કર્મચારી ત્રણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ વસંતભાઈ વાઘેલાએ તમામ ચેરમેનોને આવકારી નખત્રાણાના સર્વાંગી વિકાસમાં સહભાગી બનવા ઉપરાંત ફરજ અને હક્ક બંને સમતોલ રાખી કાર્ય કરવા શીખ આપી હતી.
----
નખત્રાણા નગરપાલિકાની સમિતિઓ
કારોબારી સમિતિ
ચંદનસિંહ આર. રાઠોડ (ચેરમેન)
ખુશ્બુબેન હાર્દિક સોની
હિરેન પ્રાણશંકર ભટ્ટ
ભાવિન જગદીશભાઈ પલણ
જયેશ વેલજી કાનાણી
હંસાબેન વેણીલાલ રૈયાણી
અમિતપુરી હરેશપુરી ગુંસાઈ
-----
સેનિટેશન સમિતિ
ભાવિન જગદીશભાઈ પલણ (ચેરમેન)
મધુબેન ચંદુલાલ સુથાર
હંસાબેન વેણીલાલ રૈયાણી
-----
વોટર સપ્લાય સમિતિ
મનોજ કાંતિલાલ રૈયાણી (ચેરમેન)
સંગીતાબેન પરેશ સાધુ
નીતિન ભરતભાઈ સુરાણી
સામાબેન ગોવિંદભાઈ બળિયા
જીલબેન મહેશભાઈ રબારી
-------
ટ્રાન્સપોર્ટ સમિતિ
કરમશીભાઈ સાકરિયા બળિયા (ચેરમેન)
કરમશીભાઈ સોના રબારી
વંદનાબેન વિશાલ છાભૈયા
----
શોપ એન્ડ એસ્ટાબ્લીસમેન્ટ સમિતિ
કરમીશભાઈ સોના રબારી (ચેરમેન)
જીલબેન મહેશભાઈ રબારી
ખુશ્બુબેન હાર્દિકભાઈ સોની
----
બાંધકામ સમિતિ
દેવાભાઈ કાનભાઈ રબારી (ચેરમેન)
હિરેનભાઈ પ્રાણશંકર ભટ્ટ
ભાવિન જગદીશભાઈ પલણ
----
સાંસ્કૃતિક સમિતિ
વંદનાબેન વિશાલ છાભૈયા (ચેરમેન)
ચંદ્રિકાબેન ઈશ્વરલાલ કેશરાણી
સામાબેન ગોવિંદભાઈ બળિયા
----
રૂલ્સ એન્ડ બાયલોઝ સમિતિ
રેણુબેન કિરણ પટેલ (ચેરમેન)
નીતિન ભરતભાઈ સુરાણી
અમિતપુરી હરેશપુરી ગુંસાઈ
----
બાગ - બગીચા સમિતિ
સંગીતાબેન પરેશ સાધુ (ચેરમેન)
જાગૃતિબેન મિતેશ ઠક્કર
મનન કલ્પેશભાઈ લુહાર
-------
પ્રોપર્ટી ટેક્ષ વસુલાત સમિતિ
નીતિન ભરતભાઈ સુરાણી
રેણુબેન કિરણ પટેલ
સંગીતાબેન પરેશ સાધુ
---------
ફાયર વોટર ટેન્ડર સમિતિ
જયેશભાઈ વેલજી કાનાણી (ચેરમેન)
સવિતાબેન મંગલદાસ સોલંકી
દેવાભાઈ કાનાભાઈ રબારી
------
ડ્રેનેજ સમિતિ
હિરેન પ્રાણશંકર ભટ્ટ (ચેરમેન)
મનન કલ્પેશ લુહાર
વંદનાબેન વિશાલ છાભૈયા
------
રોડ લાઈટ સમિતિ
અમિતપુરી હરેશપુરી ગુંસાઈ (ચેરમેન)
કરમશીભાઈ સાકરિયા બળિયા
જયેશ વેલજી કાનાણી
----

Comments