ભુજ પાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચાલતા ડ્રેનેજના કામોની સાઈટ વિઝીટ કરાઈ
ભુજ - કચ્છઉદય : શહેરમાં જીયુડીસી હસ્તક નગરપાલિકાનાં જુદા જુદા વિસ્તારોમાં પાથરવામાં આવતી ડ્રેનેજ લાઈનનાં કામો, ભાડા ગ્રાન્ટ અંતર્ગત કોમર્સ કોલેજથી ત્રિમૂર્તિ મંદિર સુધી ડ્રેનેજ લાઈનનું કામ, ડોલર હોટલ પાસે રેલ્વે ક્રોસિંગ કરી ડ્રેનેજ લાઈન પાથરવાનું કામ આ તમામ ચાલુ કામોની સાઈટ વિઝીટ ભુજ નગરપાલિકાના ડ્રેનેજ શાખાના ચેરમેન દિલીપ પી. હડિયા, નગરપાલિકા ડ્રેનેજ શાખાના ઇજનેર, પીએમસી એજન્સીનાં ઇજનેર, એજન્સીનાં પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવી હતી તેમજ પ્રગતિ હેઠળ ચાલતા ડ્રેનેજ લાઈન પાથરવાના કામો ચોમાસાની સિઝનને ધ્યાને લઇને કામો તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા એજન્સીને સૂચના આપવામાં આવી હતી, જેથી લોકોને ડ્રેનેજની સમસ્યાનો સામનો ન કરવો પડે.
---------

Comments