ભુજ કવીઓ જૈન સંઘ સંચાલીત બન્ને જિનાલયનો ધ્વજારોહણ કાર્યક્રમ ઉજવાયોે
જીવદયા, નિરણ કેન્દ્રના ઉદ્દઘાટન સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ કરાઈ
ભુજ - કચ્છઉદય : અનશનવ્રતધારી જેન સમાજરત્ન તારાચંદભાઈ જગશી છેડાની પ્રેરણાથી સંઘના ચેરમેન જીગર તારાચંદભાઈ છેડાના માર્ગદર્શન હેઠળ ભુજ કવીઓ જૈન સંઘ સંચાલીત ભગવાન મુનિસવ્રત સ્વામી જીનાલય વિજયનગર અને ભગવાન મુનિસવ્રત સ્વામિ જીનાલય નવનીત નગર - કોવઈ નગર બંને જીનાલયનો ધ્વજારોહણ ત્રિદીવસીય કાર્યક્રમ વિવિધ સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમો દ્વારા ઉજવવામાં આવ્યો હતો. શાસન સમ્રાટ અચલગચ્છાધિપતિ પ.પૂ. આ.ભ.શ્રી ગુણસાગર સુરીશ્વરજી મ.સા.ની દિવ્ય કૃપાએ તપસ્વીરત્ન પ.પૂ. આ.ભ. ગુણોદયસાગર સુરીશ્વરજી મ.સા., સાહિત્ય દિવાકર, રાજસ્થાન-દક્ષિણ દિપક અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. કલાપ્રભસાગર સૂરીશ્વરજી મ.સા., વર્ષીતપ આરાધક પ.પૂ.આ.ભ. કવીન્દ્રસાગર સૂરીશ્વરજી મ.સા., પ.પૂ.આ.ભ. મહોદયસાગર સૂરીશ્વરજી મ.સા.ના આર્શિવાદી પ.પૂ. સાધ્વી વિચક્ષણાશ્રીજી મ.સા.ના શિષ્યા પ.પૂ. સાધ્વી દિવ્યગ્ણાશ્રીજી મ.સા.ની નિશ્રામાં ચાલુ ર૦ર૬ના વરસની વિજય નગર રથાકાર જીનાલય મધ્યે ધ્વજારોહણનો લાભ અનશનવ્રતધારી જૈન સમાજ રત્ન તારાચંદભાઈ જગશી છેડા હસ્તે હંસાબેન તારાચંદભાઈ છેડા (મોટા કાંડાગરા, હાલે ભુજ) પરિવારે લીધો હતો. જયારે આવતા ૨૦૨૭ના વરસના ધ્વજારોહણનો લાભ આજ પરિવારે લીધો છે. નવનીત નગર - કોવઈ નગર મધ્યે આવેલ જીનાલયની ચાલુ ૨૦ર૬ના વરસની ધ્વજારોહણનો લાભ વંદનાબેન લક્ષ્મીકાંતભાઈ કારાણી (શેરડી, હાલે ભુજ) પરિવારે લીધો હતો. જયારે આવતા ર૦રપના વરસથી ધ્વજારોહણનો લાભ માતૃશ્રી લક્ષ્મીબેન જગશી છેડા પરિવાના પુત્રો અને દિકરીઓએ લીધો છે. ધ્વજારોહણ પ્રસંગે બંને જીનાલય મધ્યે પ્રભાવના પ્રસાદનો લાભ તારાચંદભાઈ પ્રેમજી ધારશી દેઢીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે હસ્તે મણીબેન તારાચંદભાઈ દેઢીયા (કોટડારોહા, હાલે ભૂજ) પરિવારે લીધો હતો.
આ પ્રસંગે સંઘના ચેરમેન જીગર તારાચંદભાઈ છેડા, મહાજન અને સંઘના ટ્રસ્ટીઓના શુભ હસ્તે ભગવાન મુનિસુવ્રત સ્વામી નિરણ કેન્દ્રનું ઉદ્દઘાટન ગાય માતાનું પુજન કરી તેમને ગોળ અને નિરણ આપી કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે જીગર તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે, જીવદયાએ જૈનોની કુળદેવી છે. ગો માતા એ સનાતન ધર્મની માતા છે. જયારે એક બાજુ ગૌ માતાની હત્યા થાય છે જયારે આપણે ત્યાં ગૌ માતાનું પુજન થાય છે ત્યારે આ લડાઈ સંસ્કૃત્તિ અને વિકૃત્તિ વચ્ચેની છે. જીગર તારાચંદભાઈ છેડાએ ઉપસ્થિત લોકોને જીવદયા ફંડ માટે અપીલ કરી હતી. આ પ્રસંગે જીવદયા માટે દાનની અપિલ કરતા સ્થળ ઉપર જ રૂ.૨ લાખથી વધુની રકમ એકત્રિત થઈ ગઈ હતી.
આ પ્રસંગે વિજય નગર જીનાલય મધ્યે ચંદ્ર દર્શનનો લાભ માતૃશ્રી ગુણવંતીબેન જે. વીરા પરિવારે, સુર્ય દર્શનનો લાભ હેત લક્ષ્મીકાંતભાઈ કારાણી પરિવારે, મંગળ દિવાનો લાભ કુસુમબેન રમેશચંદ્ર શાહ પરિવારે, આરતી અને પ્રથમ પુજાનો લાભ જયોતિબેન ગીરીશભાઈ છેડા પરિવારે લીધો હતો. શાંતિ કળશનો લાભ ધ્વજારોહણના લાભાર્થી પરિવારને આપવામાં આવ્યો હતો. જયારે નવનીત નગર - કોવઈ નગર જીનાલય મધ્યે ચંદ્ર દર્શનનો લાભ વીંકેશ જયંતભાઈ છેડા હસ્તે ઉર્મિલાબેન જયંતભાઈ છેડા પરિવારે, સુર્ય દર્શનનો લાભ વંદનાબેન લક્ષ્મીકાંતમાઈ કારાણી પરિવારે, આરતીનો લાભ વાસંતીબેન, ઉર્મિલાબેન, મીનાબેન પરિવારે લીધો હતો. મંગળ દિવાનો લાભ માતૃશ્રી અરૂણાબેન રસીકલાલ શાહ હસ્તે મૌલીકભાઈ રસીકલાલ શાહ પરિવારે, પ્રથમ પુજનનો લાભ લીનાબેન જેઠાલાલ વેલજી હરિયા પરિવારે લીધો હતો. શાંતિ કળશનો લાભ ધ્વજારોહણના લાભાર્થી પરિવારને આપવામાં આવ્યો હતો. જયારે વિજય નગર જીનાલય મધ્યે સ્વામિવાત્સલ્યનો લાભ અનશનતવ્રતધારી જૈન સમાજ રત્ન તારાચંદભાઈ જગશી છેડા હસ્તે હંસાબેન તારાચંદભાઈ છેડા પરિવારે, નવનીત નગર - કોવઈ નગર જીનાલય મધ્યે સ્વામિવાત્સલ્યનો લાભ વંદનાબેન લક્ષ્મીકાંતભાઈ કારાણી (શેરડી, હાલે ભુજ) પરિવારે લીધો હતો.
મહોત્સવના દ્વિતીય દિવસે નવનીત નગર -- કોવઈ નગર જીનાલય મધ્યે પ.પૂ. દિવ્યકિરણાશ્રીજી મ.સા.ની નિશ્ચમાં ગુરૂ પુષ્ય નક્ષત્ર નિમિત્તે અભિષેક અને સંગીતમય સ્નાત્ર પુજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના લાભાર્થી વંદનાબેન લક્ષ્મીકાંતમાઈ કારાણી પરિવાર રહ્યા હતા, જેમાં સમાજના લોકોએ હાજર રહી અભિષેક પુજાનો લાભ લીધો હતો. આ પ્રસંગે વિધીકાર અને સંગીતકાર તરીકે આશિષભાઈ શાહ એન્ડ પાર્ટીએ સંગીતમય શૈલીમાં લોકોને ભકિતના રસમાં તરબતોળ કર્યા હતા. આ ત્રિદિવસીય ધ્વજારોહણ મહોત્સવમાં કવીઓ જૈન મહાજનના ટ્રસ્ટીઓ, સંઘના ટ્રસ્ટીઓ, યુવા પાંખના મેમ્બરો, સખીવૃંદની બહેનો અને સમાજના લોકો તથા ભકતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.
------

Comments