અંબાજી ખાતે રાત્રી પૂજામાં કચ્છ સહિત વિવિધ શહેરોમાંથી નાગર પરિવારો જોડાયા
ભુજ - કચ્છઉદય : શ્રી કૃપા નિધેશ્વર હાટકેશ્વર મહાદેવ ટ્રસ્ટ જાનીવાડા, વિસનગર દ્વારા તાજેતરમાં અંબાજી ખાતે રાત્રી પૂજા યોજાઈ હતી, જેમાં ભુજ, કચ્છ, સૌરાષ્ટ્રના પ્રથમ વખત નાગર બ્રાહ્મણ પરિવાર જોડાયા હતા. તારીખ ૫ જૂનના સાંજે ૭ઃ૩૦ કલાકે મઢ ખાતે ગરબા સન્માન સહિતનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કચ્છના ધૃતિબેન પાઠક અને હિરલબેન ધોળકિયાએ ગરબાની રમઝટ જમાવી હતી. મુખ્ય આયોજક પ્રમુખ કેતનભાઇ પંડિતનું કચ્છ વતી કચ્છી પાઘડીમાં વિશેષ બહુમાન પ્રવર્શભાઈ શુક્લ, હેમાંશુભાઈ અંતાણી, જયશ્રીબેન હાથી, વારીસભાઈ પટણી, વિભાકરભાઈ અંતાણીએ કરેલ હતું. જ્યારે નાગર બ્રાહ્મણ વતી પ્રવર્ષભાઈ શુક્લએ મોમેન્ટ આપી સન્માન કર્યું હતું. જ્યારે રાત્રી પૂજા સમિતિ દ્વારા સંસ્થાના તુષારભાઈ ધોળકિયા, અક્ષયભાઈ અંતાણી, આશિષ વૈદ્ય, વારીશભાઈ પટણી, પ્રવર્સભાઈ શુક્લ અને કચ્છના વીર શહીદ સ્વ.ઉમેદલાલ પટ્ટણીને યાદ કરીને ક્રીશીવા પટણીનું વિશેષ બહુમાન કરેલ સાથે વરિષ્ઠ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રથમ વાર આવેલ ભક્તો ભાવવિભોર બન્યા હતા અને જીવનમાં પ્રથમ વખત રાત્રી પૂજાના સાક્ષી બન્યા હતા. અલૌકિક પરંપરા માતાજીના ગર્ભ ગૃહની દિવ્ય ઉર્જા અને સામૂહિક ભક્તિનો માહોલ જોઈને ભાવિકો સંપૂર્ણપણે ભાવવિભોર થયા હતા.
તેમની આંખોમાં અશ્રુ અને ચહેરા પર પરમ શાંતિનો ભાવ જોવા મળ્યો હતો. મંડળ દ્વારા સુંદર વ્યવસ્થાને લીધે તમામ ભક્તોએ શાંતિપૂર્વક દર્શનનો લાભ લીધો હતો. આ વખતે મોટી સંખ્યામાં નાગર પરિવારો જોડાયા હતા. ભુજ કચ્છ ઉપરાંત અમદાવાદ, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, ગાંધીનગર, સાબરકાંઠા,જામનગર વગેરે સ્થળોના ભક્તજનો ઉમટ્યા હતા. માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી સર્વે ધન્યતા અનુભવી હતી. તૃપ્તિબેન અંતાણી, જયશ્રીબેન હાથી, અશિતભાઈ અંતાણી, વિવેકભાઈ ધોળકિયા, આશિષભાઈ વૈદ્ય, નેહલભાઈ પટણી, મિહિરભાઈ પટણી, રૂપેશભાઈ વસાવડા, રૂપેશભાઈ ધોળકિયા, રાજીવભાઈ મહેતા, લ્યુનાબેન વૈદ્ય વગેરેએ જહેમત ઉઠાવી હતી. ભુજથી નાગર જ્ઞાતિના શુભચિંતકોએ શુભેચ્છા પાઠવી હતી.
-----

Comments