બ્યુટીફીકેશનના કામમાં ગાંધીધામમાં ફરી કોન્ટ્રાકટરની બેદરકારી !
ગાંધીધામ મેઈન બજારમાં મેટ્રો શોરૂમ પાસે વરસાદી નાળાના ખોદકામ દરમિયાન અકસ્માત, લોકોમાં દોડધામ
ગાંધીધામ : ગાંધીધામ મેઈન બજારમાં ચાલી રહેલા બ્યુટીફીકેશનના કામ દરમિયાન કોન્ટ્રાક્ટરની વધુ એક બેદરકારી સામે આવી છે. મેટ્રો શોરૂમ નજીક વરસાદી નાળાના ખોદકામ દરમિયાન વચ્ચે આવેલ વીજ થાંભલો અચાનક ધરાશાયી થઈ ગયો હતો.થાંભલો પડતા તેની સાથે જોડાયેલા જીવતા વીજ વાયર પણ રસ્તા પર પડી ગયા હતા, જેના કારણે આસપાસના વેપારીઓ અને રાહદારીઓમાં ભારે હાહાકાર મચી ગયો હતો. ઘટનાના પગલે થોડા સમય માટે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ઘટનાની જાણ થતાં જ સંબંધિત તંત્રની ટીમ સ્થળ પર પહોંચી હતી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.
......

Comments