Trending News
ક્રાઈમ

નાની ચિરઈના તળાવમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો

20 June




૧૧૨ કોલ મળતા ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક દોડી પહોંચી, તળાવના મધ્ય ભાગમાંથી મૃતદેહ બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયો

ગાંધીધામ : ભચાઉ તાલુકાના નાની ચિરઈ ગામે આવેલ HR  પ્લાસ્ટિક કંપની પાછળના તળાવમાંથી આજે સવારે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ તા. ૨૦/૦૬/૨૦૨૬ના રોજ સવારે ૭ઃ૫૦ વાગ્યે ૧૧૨ મારફતે ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી કે તળાવના મધ્ય ભાગમાં એક વ્યક્તિનો મૃતદેહ દેખાઈ રહ્યો છે.જાણ મળતા જ ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થળ પર તપાસ કરતા ઊંડા તળાવમાં બિનવારસી મૃતદેહ જોવા મળ્યો હતો. ત્યારબાદ ફાયર જવાનોએ રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને વધુ કાર્યવાહી માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.ઘટનાની જાણ થતાં પોલીસ સ્ટાફ પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતકની ઓળખ તેમજ મોતના કારણ અંગે તપાસ શરૂ કરી હતી.

..........



 

Comments

COMMENT / REPLY FROM