Trending News
સ્થાનિક સમાચાર

શિણાય કેનાલ પટ્ટામાં દબાણો સામે સામે મામલતદારનો સપાટો

20 June




ર૦ જેટલા કાચા-પાક્કા બિનઅધિકૃત બાંધકામો દુર કરાયા

૬પ૦૦ ચોરસ મીટરની કરોડોની જમીન તંત્રએ ખુલ્લી કરી


ગાંધીધામ : આદિપુરના શિણાઈ કેનાલ નજીક મદીના નગર પાછળ આવેલા સરકારી જમીન પરના અંદાજે ૨૦ જેટલા કાચા અને પાકા દબાણો સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી હતી. અગાઉ નોટિસ આપવામાં આવ્યા બાદ મામલતદાર કચેરી દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી અમલમાં મુકવામાં આવી હતી.કાર્યવાહી દરમિયાન મામલતદાર જાવેદભાઈ સિંધીના માર્ગદર્શન હેઠળ તંત્રની ટીમે સ્થળ પર પહોંચી દબાણો દૂર કર્યા હતા. સમગ્ર ઓપરેશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સ્થળ પર  આદિપુર પી.આઈ. એમ.સી. વાળા, મહિલા 
પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.આર. પ્રજાપતિ, પીએસઆઈ જે.ડી. પરમાર, બી.એસ. ચૌધરી, મહિલા પીએસઆઈ બી.વી. લીમ્બાચીયા સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. તંત્રની કાર્યવાહીને પગલે વિસ્તારમાં ભારે ચર્ચા જોવા મળી હતી.


...........


એક જ પ્લોટ બે-બે વાર વેચાયો, છતાં મળી ગયા લાઈટ-પાણીના કનેક્શન!

શિણાઈ કેનાલ પાછળના વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર પ્લોટિંગમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે કેટલાક પ્લોટ એકથી વધુ લોકોને વેચી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, ગેરકાયદેસર રીતે વસેલા પ્લોટોમાં પાણી અને વીજળીના કનેક્શન પણ મળી ગયા હતા. હવે દબાણ હટાવવાની કાર્યવાહી બાદ પ્લોટ ખરીદનારાઓમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

.............

૬૮થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત, અધિકારીઓ રહ્યા ખડેપગે

દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સ્થળ પર મામલતદાર જાવેદભાઈ સિંધી, આદિપુર પી.આઈ. એમ.સી. વાળા, મહિલા પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.આર. પ્રજાપતિ, પીએસઆઈ જે.ડી. પરમાર, બી.એસ. ચૌધરી, મહિલા પીએસઆઈ બી.વી. લીમ્બાચીયા સહિત ૬૮થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. સમગ્ર ઓપરેશન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા 
પોલીસ તંત્ર સતત સતર્ક રહ્યું હતું.
...........

Comments

COMMENT / REPLY FROM