માનવ કલ્યાણ યોજના અંતર્ગત ઓનલાઇન અરજીઓ મંગાવાઈ
ભુજ - કચ્છઉદય : ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ કમિશનરશ્રી, કુટીર અને ગ્રામોદ્યોગ ગાંધીનગરની કચેરી દ્વારા અમલીકૃત માનવ કલ્યાણ યોજના વર્ષ ૨૦૨૬-૨૭ અન્વયે કચ્છ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અરજીઓ મંગાવવામાં આવી છે. યોજનાની સમગ્ર કામગીરીને વધુ પારદર્શક અને ઝડપી બનાવવાના આશયથી તેને ઈ કુટિર પોર્ટલ પર ઓનલાઇન કરવામાં આવી છે, જેથી અરજદારો ઘરે બેઠા જ સરળતાથી ફોર્મ ભરી શકે. સમાજના નબળા વર્ગના લોકો કે જેઓ નાના પ્રકારના ધંધા-રોજગાર કરે છે, તેમને આર્થિક રીતે સહાયભૂત થવા માટે તેમના વ્યવસાયને અનુરૂપ સાધન-ઓજાર (ટૂલકીટ) સહાય સ્વરૂપે પૂરા પાડવાનો આ યોજનાનો મુખ્ય હેતુ છે.યોજનાનો લાભ લેવા ઇચ્છુક અરજદારોએ સરકારની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ યોજના અંતર્ગત ઓનલાઇન અરજી પ્રક્રિયા આગામી તારીખ ૧૭ મેથી શરૂ કરી દેવામાં આવી છે. આ યોજના અંતર્ગત મળવાપાત્ર વિવિધ ટૂલકીટોમાં અથાણાં બનાવટ, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રીપેરીંગ, દૂધ-દહીં વેચનાર, પંચર કીટ, પાપડ બનાવટ, પ્લમ્બર, બ્યુટી પાર્લર, ભરતકામ, વાહન સર્વિસીંગ અને રીપેરીંગ તેમજ સેન્ટીંગ કામ જેવા કુલ દસ વિવિધ વ્યવસાયોનો સમાવેશ થાય છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ખાસ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ યોજનાનો અમલ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને કચેરી દ્વારા કોઈ પણ એજન્ટો, દલાલો કે અનધિકૃત વ્યક્તિઓને માન્યતા આપવામાં આવી નથી,
-------

Comments