Trending News
સ્થાનિક સમાચાર

રાપરના પોકસો-અપહરણ-નિકાહનો કેસ ૧,પણ સવાલો અનેક.! સગીરાઓના સંરક્ષણ માટે સામૂહિક જવાબદારી ની જરૂરિયાત

19 June

કચ્છના પ્રબુદ્વવર્ગની આલબેલ : આ માત્ર ફોજદારી ગુનો નથી, પણ સાંપ્રત સર્વ સમાજ માટે ચિંતાજનક લાલબત્તી



ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ, બાળલગ્ન પ્રતિબંધક કાયદો અને પોક્સોની વધુ કલમો જે કેસમાં લાગુ પડી છે તે સગીરાને અજમેર લઈ જઈ ઈસ્લામ કબુલ કરાવી નિકાહ કરાવ્યાના કારસ્તાનનેે સર્વ સમાજે લેવી જોઈએ ગંભીરતાથી : સમાજના મોભીઓ-પ્રબુદ્ધનાગરીકો-આગેવાનો આવી ઘટનાના પુનરાવર્તન થતા અટકાવવાની નીતીઓ-માર્ગદર્શિકાઓ બાબતે વિચાર કરે તે સમયની માંગ


સગીરોને ટાર્ગેટ કરતી પ્રવૃત્તિઓ સામે સમાજ અને વાલીઓએ સાવધાન રહેવાની જરૂર : તપાસમાં સામે આવેલા તથ્યોએ સગીર સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા : અંતે પ્રશ્ન કોઈ ધર્મનો નથી, કોઈ સમાજનો નથી; પ્રશ્ન છે આપણા બાળકોની સુરક્ષાનો, તેમના ભવિષ્યનો અને કાયદા પર ટકેલા સામાજિક વિશ્વાસનો. અને આ વિશ્વાસ જળવાઈ રહે તે માટે કાયદાનો ડર ગુનેગારના મનમાં હોવો જ જોઈએ. 


ગાંધીધામ :રાપરમાં નોંધાયેલા સગીરાના અપહરણ, પોક્સો અને ગેરકાયદેસર ધર્મપરિવર્તનના કેસમાં સામે આવી રહેલી વિગતો માત્ર એક ફોજદારી ગુનાની ઘટના નથી, પરંતુ સમગ્ર સમાજને આત્મમંથન કરવા મજબૂર કરતો ગંભીર વિષય છે. પોલીસ તપાસમાં એક પછી એક કડીઓ ખુલતી જઈ રહી છે અને તે દર્શાવે છે કે સગીરોની સુરક્ષા સામે ઊભા થતા પડકારો હવે વધુ જટિલ અને ચિંતાજનક બની રહ્યા છે. સગીરાના આ કેસમાં પોકસો, અપહરણ અને ધર્મપરિવર્તન સહિતની કલમોના ઉમેરા કરી અને રાપર પોલીસે રાજસ્થાનમાથી એક કાઝીની પણ ધરપકડ કરી લીધી છે. આ ઘટનાને કચ્છના  સાંપ્રત અને પ્રબુદ્ધવર્ગ સર્વે વર્ગ અને સમાજ દ્વરા ખુબજ ગંભીરતાથી જોવાની જરૂર છે. પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, આ ઘટના માત્ર એક ફોજદારી ગુનો નથી, પરંતુ સમગ્ર સમાજ માટે ચિંતાજનક લાલબત્તી સમાન કિસ્સો છે. સગીર વયની યુવતીઓના અપહરણ, ગેરમાર્ગે દોરવા, ધર્મપરિવર્તન કરાવવા કે લગ્ન જેવી પ્રવૃત્તિઓ માત્ર કાયદાનો ભંગ જ નહીં પરંતુ પરિવાર, સમાજ અને સામાજિક વિશ્વાસની પાયાની વ્યવસ્થાને પડકાર ફેંકે છે. આવા બનાવો માતા- પિતા, શિક્ષકો, સામાજિક આગેવાનો, ધાર્મિક સંસ્થાઓ તેમજ કાયદા અમલ કરાવતી એજન્સીઓ માટે ગંભીર ચેતવણીરૂપ છે. આજના ડિજિટલ યુગમાં સગીરો કોના સંપર્કમાં છે, કોની સાથે સંવાદ કરે છે અને કયા પ્રભાવ હેઠળ આવી શકે છે તેની સતત તકેદારી રાખવી સમયની માંગ બની ગઈ છે. કોઈપણ ધર્મ, સંપ્રદાય કે સમાજની આસ્થા અને પ્રતિષ્ઠા કાયદાના પાલન, પારદર્શિતા અને નૈતિક મૂલ્યો પર ટકેલી હોય છે. જો ધાર્મિક કે સામાજિક પદ પર બેઠેલી કોઈ વ્યક્તિ કાયદાની મર્યાદા ઓળંગતી હોવાનો આક્ષેપ સામે આવે તો તેની નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહી થવી એટલી જ જરૂરી બને છે, જેથી સામાન્ય નાગરિકનો વિશ્વાસ અખંડિત રહે. આ કેસનો સૌથી મોટો સંદેશ એ છે કે સગીરોને લગતા ગુનાઓમાં કોઈપણ પ્રકારની બેદરકારી, મૌન અથવા સામાજિક સંકોચ આખરે ગુનેગારોને પ્રોત્સાહન આપે છે. સમાજે હવે માત્ર પ્રતિક્રિયા આપવાને બદલે સજાગતા, સંવાદ અને સતર્કતાને જીવનશૈલીનો ભાગ બનાવવી પડશે. કાયદો પોતાનું કામ કરશે, પરંતુ આવનારી પેઢીની સુરક્ષા માટે દરેક પરિવાર અને દરેક જવાબદાર નાગરિકે પણ પોતાની ભૂમિકા નિભાવવી અનિવાર્ય છે. સગીરાના હિત અને સમાજના ભવિષ્ય સામે ઊભા થતા આવા પડકારો સામે શૂન્ય સહનશીલતાનો અભિગમ જ સાચો જવાબ બની શકે છે. આવા કેસોમાં સમાજની અપેક્ષા માત્ર ધરપકડ પૂરતી નથી. ઝડપી અને નિષ્પક્ષ તપાસ, મજબૂત પુરાવાઓ સાથે ચાર્જશીટ, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી અને દોષિતોને દાખલારૂપ સજા મળે તે જરૂરી છે. સગીરો સામેના ગુનાઓમાં કાયદાની નરમાઈ નહીં પરંતુ કડક અમલ જ ભવિષ્યમાં આવા બનાવોને અટકાવવાનો સૌથી અસરકારક ઉપાય બની શકે છે. સમાજમાં એવો સ્પષ્ટ સંદેશ જવો જોઈએ કે બાળકના અધિકારો, સુરક્ષા અને ભવિષ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિ, ગમે તે હોદ્દા, પ્રભાવ કે ઓળખ ધરાવતી હોય, તે કાયદાથી ઉપર નથી. સગીરોની સુરક્ષા એ માત્ર પરિવારની નહીં પરંતુ સમગ્ર સમાજ અને રાજ્યની સામૂહિક જવાબદારી છે, અને તેના ભંગ બદલ કાયદો સૌથી કડક જવાબ આપે તે સમયની માંગ છે.સમય આવી ગયો છે કે આવા ગુનાઓ સામે સમાજ ‘શૂન્ય સહનશીલતા’નો અભિગમ અપનાવે. કોઈપણ વ્યક્તિ, ગમે તે ધર્મ, હોદ્દો, પ્રભાવ કે ઓળખ ધરાવતી હોય, જો તે સગીરોના અધિકારો અને સુરક્ષા સાથે ચેડાં કરે તો તેના માટે કાયદામાં કોઈ રહેમ ન હોવો જોઈએ. સજા એવી હોવી જોઈએ કે ભવિષ્યમાં આવા કૃત્યો કરવાનું વિચારનાર વ્યક્તિ પણ તેના પરિણામોથી ધ્રૂજી ઉઠે. કારણ કે અંતે પ્રશ્ન કોઈ ધર્મનો નથી, કોઈ સમાજનો નથી; પ્રશ્ન છે આપણા બાળકોની સુરક્ષાનો, તેમના ભવિષ્યનો અને કાયદા પર ટકેલા સામાજિક વિશ્વાસનો. અને આ વિશ્વાસ જળવાઈ રહે તે માટે કાયદાનો ડર ગુનેગારના મનમાં હોવો જ જોઈએ.


.................


અમાનવીય ગુના આચરનારા તત્વોને કોઈ ધર્મ, સમાજ કે સંસ્કૃતિના ચશ્માથી જોવા ન જોઈએ : બરાબરના કરવા જોઈએ નશ્યત.!



સગીરોની સુરક્ષા સાથે ચેડાં કરનાર માટે કોઈ રાહત, રહેમ કે રિયાયત શક્ય નથીનો કડક સંદેશ વહેતો થવો જોઈએ



ગાંધીધામ : રાપરમાં ધર્મપરીવર્તન સહિતના મામલે જે રીતની ઘટના પોલીસ ચોપડે જ બનવા પામી છે તેને લઈને પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, આવા પ્રકારના  અમાનવીય ગુનાઓ આચરનાર વ્યક્તિઓને કોઈ ધર્મ, સમાજ કે સંસ્કૃતિ સાથે જોડીને જોવું યોગ્ય નથી. સગીરોની નિર્દોષતા, સુરક્ષા અને ભવિષ્ય સાથે ખેલ કરનાર આવા તત્વો માનવતાના દુશ્મન ગણાય. કોઈપણ સમાજ કે સમુદાયમાં જન્મ લેવાથી વ્યક્તિ મહાન બની જતી નથી, પરંતુ તેના કર્મો જ તેની સાચી ઓળખ નક્કી કરે છે. જે લોકો સગીરોને ગેરમાર્ગે દોરી, તેમના અધિકારોનું હનન કરી અથવા કાયદાની મર્યાદાઓ તોડીને પોતાના સ્વાર્થ માટે તેમનો ઉપયોગ કરે છે, તેઓ સમાજની સહાનુભૂતિ કે દયાના હકદાર નથી. આવા કૃત્યો સામે કાયદો એટલો કડક બનવો જોઈએ કે ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ આવો ગુનો કરવાનું વિચારે તો પણ તેના 
પરિણામોથી સો વખત ડરી જાય. સમાજે પણ આવા બનાવોને કોઈ ધર્મ, જાતિ કે રાજકીય ચશ્માથી જોવાને બદલે નિર્દોષ પીડિતોના હિત અને ન્યાયના દ્રષ્ટિકોણથી જોવાની જરૂર છે. કારણ કે ગુનેગારનો કોઈ ધર્મ હોતો નથી, પરંતુ પીડિતનું દુઃખ સમગ્ર સમાજનું દુઃખ હોય છે. તેથી આવા માનવતાવિરૂદ્ધ કૃત્યો કરનાર કોઈપણ વ્યક્તિ સામે કાયદાની કડકમાં કડક કાર્યવાહી થાય અને દોષિતોને એવી દાખલારૂપ સજા મળે કે સમાજમાં સ્પષ્ટ સંદેશ જાય કે સગીરોની સુરક્ષા સાથે ચેડાં કરનાર માટે કોઈ રાહત, રહેમ કે રિયાયત શક્ય નથી.



.................

રાપરથી રાજસ્થાન સુધીની કડીઓ ઉકેલાઈ


પૂર્વ કચ્છ પોલીસની કુશળતા-ધીરજ-પ્રતીબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ


પોલીસની સમયસુચકતા સરાહનીય : જરા સહેજ પણ સમય વેડફયા વિના તરતજ ગુનાની ગંભીરતા સમજીને કડક પગલા લઈને આ પ્રકારના સંવેદનશીલ ગુનામાં મેળવી છે મોટી સફળતા : પૂર્વ કચ્છ પોલીસને ખરેખર શાબાશી પાઠવી જોઈએ : ગંભીર ગુનામાં અન્ય કોઈ ઘટનાઓ-ઘાત-પ્રત્યાઘાતો થાય તે પહેલા જ તહોમતદારને ઝડપી અને પ્રજાનો વિશ્વાસ વધુ મજબુત બનાવ્ય

આઈજીશ્રી કોરડીયા, એસપીશ્રી બાગમાર, ડીવાયએસપીશ્રી સાંબડા તથા રાપર પોલીસની સમગ્ર ટીમની સંકલિત કામગીરી એ સાબિત કરે છે કે ગંભીર ગુનાઓમાં કાયદાના હાથ લાંબા હોય છે અને ગુનેગારો ગમે ત્યાં છુપાયેલા હોય તો પણ કાયદાની પકડમાંથી બચી શકતા નથી.



ગાંધીધામ : આ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલવામાં રાપર પોલીસની કામગીરી વિશેષ પ્રશંસાને પાત્ર છે. પ્રારંભિક ફરિયાદથી લઈને મુખ્ય આરોપીની ધરપકડ અને ત્યારબાદ મળેલા પુરાવાઓના આધારે રાજ્ય બહાર રાજસ્થાનના અજમેર સુધી પહોંચીને તપાસનો દોર આગળ વધારવો એ પોલીસની વ્યાવસાયિક કુશળતા, ધીરજ અને પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે. ખાસ કરીને સગીરાના અપહરણ, પોક્સો અને ગેરકાયદેસર ધર્મપરિવર્તન જેવા સંવેદનશીલ અને ગંભીર કેસમાં માત્ર આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી પૂર્ણ ન ગણતા સમગ્ર કાવતરાની દરેક કડી સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેના પરિણામે તપાસ દરમિયાન સામે આવેલા તથ્યોના આધારે વધુ એક મહત્વના આરોપીની ધરપકડ શક્ય બની છે.બોર્ડર રેન્જ ભુજ-કચ્છના આઈજીશ્રી ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ 
પોલીસ વડા સાગર બાગમાર તથા ભચાઉ ડીવાયએસપી સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ ટીમે દર્શાવેલી સતર્કતા અને સંકલિત કામગીરી એ સાબિત કરે છે કે ગંભીર ગુનાઓમાં કાયદાના હાથ લાંબા હોય છે અને ગુનેગારો ગમે ત્યાં 
છુપાયેલા હોય તો પણ કાયદાની પકડમાંથી બચી શકતા નથી. આ કેસમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી ઝીણવટભરી તપાસ માત્ર એક ગુનાનો ભેદ ઉકેલવા પૂરતી નથી, પરંતુ સગીરોની સુરક્ષા અને સમાજમાં કાયદા પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બનાવનારી કામગીરી તરીકે પણ જોવામાં આવી રહી છે.


...........................


દોષિતોને દાખલારૂપ સજા મળવી ઘટે


પોકસોમાં આજીવન કેદની સજાની જોગવાઈ છે, અપહરણની અલગથી કડક સજાની વ્યવસ્થાઓ છે તથા ગુજરાત ધર્મ સ્વાતંત્રય અધિનિયમ હેઠળ પણ દંડનાત્મક કાર્યવાહી આ કાર્યમાં કરવી અનિવાર્ય


ગાંધીધામ : સગીરાના અપહરણ, જાતીય શોષણ, ગેરકાયદેસર ધર્મપરિવર્તન અને બાળલગ્ન જેવા ગુનાઓ માત્ર વ્યક્તિગત અપરાધ નથી, પરંતુ સમાજની સુરક્ષા, બાળ અધિકારો અને કાયદાની વ્યવસ્થા સામેનો ગંભીર પડકાર છે. આવા કેસોમાં જો આરોપો પુરાવા અને કોર્ટની કાર્યવાહી દરમિયાન સાબિત થાય, તો કાયદા મુજબ આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જરૂરી બની જાય છે.પોક્સો (ર્ઁંઝ્રર્જીં) કાયદા હેઠળ સગીર સાથે સંબંધિત જાતીય ગુનાઓ માટે લાંબી કેદથી લઈને આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે. અપહરણ અને બળજબરીથી લઈ જવાના ગુનાઓ માટે ભારતીય ન્યાય સંહિતા (મ્દ્ગજી) હેઠળ અલગથી કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. જો તપાસમાં ગેરકાયદેસર ધર્મપરિવર્તન માટે છેતરપિંડી, દબાણ, લાલચ અથવા કાવતરું સાબિત થાય તો ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ હેઠળ પણ ગંભીર દંડાત્મક કાર્યવાહી થઈ શકે છે.તે જ રીતે, જો સગીર વયની વ્યક્તિના લગ્ન કરાવવામાં આવ્યા હોવાનું સાબિત થાય તો બાળલગ્ન પ્રતિબંધક કાયદા હેઠળ લગ્ન કરાવનાર, તેમાં સહયોગ આપનાર અને તેની વ્યવસ્થા કરનાર દરેક વ્યક્તિ કાયદાકીય જવાબદારી હેઠળ આવી શકે છે. માત્ર મુખ્ય આરોપી જ નહીં, પરંતુ ગુનાને સહકાર આપનાર, આશ્રય આપનાર અથવા પ્રક્રિયામાં સક્રિય ભૂમિકા ભજવનાર વ્યક્તિઓ સામે પણ કાર્યવાહી શક્ય બને છે.



...................


અમાનુષી ગુનેગારનો કોઈ ધર્મ નથી, કાયદાનો ડર હોવો જ જોઈએ

ગાંધીધામ : રાપરના સગીરા પોકસો-ધર્મપરીવર્તન સમાન આવા કિસ્સાઓમાં સૌથી મોટી ભૂલ ત્યારે થાય છે જ્યારે લોકો ઘટનાને કાયદા અને ન્યાયના દ્રષ્ટિકોણથી જોવાને બદલે ધર્મ, જાતિ અથવા સમાજના ચશ્માથી જોવાનું શરૂ કરે છે. હકીકતમાં ગુનેગારનો કોઈ ધર્મ હોતો નથી. કોઈપણ ધર્મ, સંસ્કૃતિ કે પરંપરા સગીરોના શોષણ, અપહરણ અથવા કાયદાના ભંગને માન્યતા આપતી નથી. આવા કૃત્યો કરનાર વ્યક્તિ પોતાની ઓળખ ગુનેગાર તરીકે જ ઊભી કરે છે.



..................

સમાજ માટે સૌથી મોટી ચિંતા એ છે કે...,

ગાંધીધામ : સમાજ માટે સૌથી મોટી ચિંતા એ છે કે જો સગીરોને નિશાન બનાવી કાયદાની મર્યાદાઓને તોડી શકાય અને ગુનેગારોને કડક સજા ન મળે, તો તે ભવિષ્યમાં વધુ ગંભીર પરિણામો સર્જી શકે છે. સગીરોની સુરક્ષા માત્ર તેમના પરિવારની જવાબદારી નથી; તે સમગ્ર સમાજ, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક આગેવાનો અને રાજ્ય તંત્રની સામૂહિક જવાબદારી છે.







 

Comments

COMMENT / REPLY FROM