ભુજ અને મુંદરામાં ગાંજા સાથે વધુ બે યુવક ઝડપાયા
ભુજ - કચ્છઉદય : રાજય પોલીસવડાએ ડ્રગ્સના કેસો કરવા માટે સુચના આપતા છેલ્લા બે - ત્રણ દિવસથી પશ્ચિમ કચ્છ પોલીસ હરકતમાં આવી છે. અગાઉ માધાપર, મુંદરા, પધ્ધર પોલીસે કેસ કર્યા બાદ હવે બી ડીવીઝન અને મુંદરા મરીન પોલીસે હાજરી પુરાવી છે. ભુજ બી ડીવીઝન પોલીસે મેન્ટલ હોસ્પિટલથી નાગરીક સોસાયટી જતા રસ્તા પર વોચ ગોઠવીને રામકૃષ્ણ કોલોનીમાં રહેતા પ્રકાશ ઉર્ફે સુનીલ કાળુજી ઠાકોરને ઝડપી તેની પાસેથી પ૧૦૦ નો ૧૦ર ગ્રામ ગાંજો કબજે કર્યો હતો. પુછપરછમાં કેમ્પ એરીયાના નાગેન્દ્ર ઉર્ફે જોની રાઠોડ અને નવાબ મેરના નામ સામે આવ્યા હતા. આરોપી શેખપીરથી કુકમા જતા રોડ પરથી ગાંજો લાવ્યાની કબુલાત આપી હતી.
આ તરફ મુંદરા મરીન પોલીસે શેખડીયા - લુણી રોડ પર નવા બનતા પુલીયાના ડાયવર્ઝન પાસે લુણીના સુલતાન મામદ ઉનડને પકડી તેની પાસેથી પ૧૦૦ નો ૧૦ર ગ્રામ ગાંજો કબજે કરી એનડીપીએસનો ગુનો દાખલ કર્યો હતો.

Comments