મુન્દ્રામાં ખનીજ ચોરી ઝડપાઈ : ૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત
મુન્દ્રા - કચ્છઉદય : પશ્ચિમ કચ્છના મુન્દ્રા ખાતે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની ટીમ દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે. તા. ૧૮/૬ ના રોજ અધિકારીઓ દ્વારા હાથ ધરાયેલી ફિલ્ડ વિઝીટ દરમિયાન પાવાપુર ચોકડી પાસેથી રોયલ્ટી વિના સાદી મોરમ ભરેલી એક નંબર વગરની ટ્રક ઝડપાઈ હતી. આ ટ્રકમાંથી અંદાજિત ૧૫ મેટ્રિક ટન જેટલો ગેરકાયદેસર રીતે પરિવહન કરાતો મોરમનો જથ્થો મળી આવ્યો હતો, જેથી તેના ચાલક ઈશ્વરભાઈ મેઘવાળ પાસેથી વાહન અને ખનીજનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા અંદાજિત રૂપિયા ૨૦ લાખની કિંમતની ગાડી તથા ખનીજ સહિતનો તમામ મુદ્દામાલ જપ્ત કરી મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો છે, જ્યાં આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટેની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે.
---------

Comments