આશાપુરા વિદ્યાસંકુલ ખાતે પ્રવેશોત્સવ યોજાયો
ભુજ - કચ્છઉદય : શિવ શક્તિ સ્ટડી સર્કલ સંચાલિત મા આશાપુરા વિદ્યા સંકુલ ખાતે નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત નિમિત્તે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ સાંસદ વિનોદભાઈ ચાવડા, શાળાના પ્રમુખ હુકુમતસિહ જાડેજા, ઉપપ્રમુખ પુષ્પદાન ગઢવી, વિજયભાઈ ગઢવી, અન્ય ટ્રસ્ટીઓ તથા તમામ વિભાગોના આચાર્યોેની ઉપસ્થિતિમાં સ્વ. વખતસિંહ જાડેજાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને અને રિબન કાપી કરવામાં આવ્યો હતો.
ધેરણ-૧માં પ્રવેશ મેળવનાર નાનાં ભૂલકાઓનું વર્ગશિક્ષકો દ્વારા તિલક વિધિ કરીને હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રવેશોત્સવ દરમિયાન સાંસદ વિનોદભાઈ ચાવડા, ટ્રસ્ટીઓ તથા આચાર્યોના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક ભેટો અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા તથા શાળાના યુવા ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ જાડેજાએ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી આશીર્વચન પાઠવ્યા હતા અને જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નવા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, શાળા પ્રત્યેનો લગાવ અને અભ્યાસ પ્રત્યેની જિજ્ઞાસા જાગૃત થાય તેવા વિવિધ આયોજન કરવામાં આવ્યા હતા.
-----------

Comments