ભુજમાં શનિવારે આરોગ્યને લગતો સેમિનાર યોજાશે
ભુજ - કચ્છઉદય : રાજીવ દિક્ષિત પ્રેરિત સ્વદેશી ઉત્થાન સમિતિ દ્વારા ગોરસ વિદ્યા ( ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ મિલ્ક) કાર્યક્રમ અંતર્ગત આરોગ્યને માટે લાભદાયી અને નુકશાન કારક દૂધ અને તેના વપરાશ વિષે માહિતીપ્રદ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રસિદ્ધ આયુર્વેદાચાર્ય ડો.હિતેશભાઈ જાની મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી આધ્યાત્મિક,વૈજ્ઞાનિક અને આયુર્વેદ આધારિત વિગતોથી માહિતગાર કરશે, વર્તમાન સમયમાં ખાનપાન અને જીવન ચર્યામાં આવેલ બદલાવ માટે કઈ પરિસ્થિતિ જવાબદાર છે તેમજ ગાયનું સારું કે ભેશનું ? કોથળીનું દૂધ પીવાલાયક છે ખરું ? એ-૧ અને એ-૨નો તફાવત, બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે કયું દૂધ શ્રેષ્ઠ છે અને નાની ઉમરે થતા હાર્ટએટેક માટે કયું ઘી જવાબદાર છે વિગેરે વિષયો સાથે આરોગ્ય અને આયુર્વેદની અનેક અજાણી વાતોની જાણકારી આપવામાં આવશે. તા.૨૦/૬ને શનિવારે રાત્રે ૮.૩૦ કલાકે ટાઉનહોલ ભુજ ખાતે જીવનમાં આરોગ્યને લગતી ઉપયોગી માહિતી આપતા આ કાર્યક્રમમાં રસ ધરાવતા લોકોને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ છે.
------------

Comments