રવિવારે નીટની પરીક્ષા યોજાશે
ભુજ - કચ્છઉદય : રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા તા.૨૧/૬ના રોજ નીટ (યુજી) પરીક્ષા યોજાનાર છે. જિલ્લામાં આ નીટની પરીક્ષા ઉમેદવારો અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના આપી શકે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ કોટડીયા દ્વારા જિલ્લાની ઈન્દ્રાબાઇ ગર્લ્સ હાઈસ્કૂલ-ભુજ, આલ્ફ્રેડ હાઈસ્કૂલ-ભુજ, સરકારી હાઈસ્કૂલ, ગણેશનગર-ગાંધીધામ અને માઉન્ટ કાર્મેલ હાઈસ્કુલ-ગાંધીધામ પરીક્ષા કેન્દ્રોની બિલ્ડીંગના ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં તા.૨૧/૬ના સવારના ૮ કલાકથી સાંજના ૮ કલાક સુધી વિવિધ પ્રતિબંધ ફરમાવેલ છે.પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈ પણ માર્ગ ઉપર ચોકમાં કે ગલીમાં ચાર કરતા વધારે લોકોએ એકઠા થવું નહીં, સરઘસો કાઢવા નહીં તેમજ મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા નહીં. પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોપીઈંગ મશીન દ્વારા કોપીઓ કરવાનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ - કોપીઈંગ મશીન ધારકોએ તેઓના કોપીઈંગ મશીનો ચલાવવા નહીં કે કોઈપણ પત્રો, દસ્તાવેજો કે કાગળોની નકલો કરવી નહીં . આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
-----

Comments