Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ-પશ્ચિમ કચ્છમાં  DGP ના આદેશની અમલવારી ક્યારે?

18 June



પાંચ વર્ષથી વધુ સમયથી એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓની વિગતો મોકલવાનો આદેશ

પૂર્વ-પશ્ચિમ કચ્છમાં પણ આવા અનેક કર્મીઓ હશે જેઓ પાંચ વર્ષથી એક જ મથકે સેવા બજાવી રહ્યા છે? લીસ્ટ બનાવી અને રાજય પોલીસ વડાશ્રીને સુપરત કરવાની અપાઈ છે સુચના એટલે યાદી તૈયાર થતી હોવાની સંભાવના



એક પોલીસ મથકથી અન્યત્ર બદલી થઈ હોવા છતા એના એ જ પોલીસ મથકે બે-બે વર્ષ કરતા વધુ સમયથી ચીટકી બેઠેલાઓનું શું? કચ્છમાં આ બાબતે પણ થવી જોઈએ સાર્વત્રિક તપાસ : બદલીના સ્થળે ન ગયેલા હોય તેવાઓને શોધી - શોધીને પણ બદલીવાળી જગ્યાએ મુકવા ઝુંબેશ હાથ ધરવી જોઈએ?

ગાંધીધામ : રાજ્યના પોલીસ મહાનિર્દેશક કચેરી દ્વારા તા. ૧૭-૦૬-૨૦૨૬ના રોજ તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ અધિક્ષકોને એક જ પોલીસ સ્ટેશનમાં પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની વિગતો તાત્કાલિક મોકલવા સૂચના આપવામાં આવી છે. આ માહિતી માઈક્રોસોફ્ટ એક્સેલ ફોર્મેટમાં તૈયાર કરીને નિર્ધારિત ઈ-મેઈલ પર મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે અને તેની સમયમર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. આ આદેશ બાદ હવે પોલીસ બેડામાં ચર્ચા શરૂ થઈ છે કે પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ જિલ્લામાં વર્ષોથી એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ સામે શું કાર્યવાહી થશે? ડ્ઢય્ઁના આદેશનો અમલ કરીને આવા કર્મચારીઓની યાદી તૈયાર કરવામાં આવી છે કે નહીં અને લાંબા સમયથી એક જ સ્થળેજમાવટ જમાવી બેઠેલા કર્મચારીઓની બદલી થશે કે નહીં તેવા સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ વિભાગમાં પારદર્શિતા અને વહીવટી કાર્યક્ષમતા માટે કરવામાં આવેલા આ આદેશની પૂર્વ-પશ્ચિમ કચ્છમાં કડક અમલવારી થાય તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે.

.....

Comments

COMMENT / REPLY FROM