Trending News
ક્રાઈમ

ભચાઉમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ

18 June




એક આરોપી ઝડપાયો, મોબાઈલ જપ્ત

ભચાઉ - કચ્છઉદય : પૂર્વ કચ્છ પોલીસ દ્વારા જુગાર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ હેઠળ ભચાઉ પોલીસને ઓનલાઈન ક્રિકેટ સટ્ટા અંગે મહત્વની સફળતા મળી છે. પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે ફ્લુવાડી વિસ્તારના રહેવાસી હાર્દ મહેશભાઈ ઠક્કર (ઉ.વ. ૩૮) ક્રિકેટ મેચ દરમિયાન પોતાના મોબાઈલ ફોન મારફતે ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમી અને રમાડતો હોવાનું જાણવા મળ્યું હતું.બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ઓપો કંપનીનો મોબાઈલ ફોન કબજે કર્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ. ૧૦,૦૦૦ હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં રાપરના રહેવાસી લતીફ અલારખામન્સુરીને ફરાર આરોપી તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.આ સમગ્ર કાર્યવાહી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ક્રિકેટ સટ્ટા અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ જણાવાયું છે.


 

Comments

COMMENT / REPLY FROM