Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ સહિત રાજ્યમાં નકલી દસ્તાવેજોના આધારે રહેતા બાંગ્લાદેશીઓને પકડવા પોલીસ ઉગામશે નવું શસ્ત્ર 

18 June

ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઘૂસણખોરો પર સર્જીકલ સ્ટ્રાઇક 



કચ્છમાં આઈબી કરે છે શું? પૂૃર્વમાં જે અધિકારીઓ છે તેમની કામગીરી પર નજર રાખવી જરૂરી..આટલી બધી સારી કામગીરીકરે છે તેમ છતા બાંગ્લાદેશીઓની ઘુસણખોરોની માહીતીનો અભાવ કેમ?

‘પ્રતિરક્ષા’ એપ માત્ર ફેસ સ્કેન કરીને ખોલી દેશે આધારકાર્ડનો અસલી ડેટા : સરહદી કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર વસવાટ કરતા તત્વોને શોધવા ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત આધુનિક ટેકનોલોજીનો કરાશે પ્રયોગ



ભુજ - કચ્છઉદય : કચ્છ અને અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો અને શંકાસ્પદ તત્વોની ઓળખ પ્રક્રિયાને વધુ ઝડપી અને સચોટ બનાવવા માટે પોલીસ વિભાગ દ્વારા એક અત્યાધુનિક કદમ ઉઠાવવામાં આવ્યું છે. રાજ્યભરમાંથી અગાઉ ૬૦૦થી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા બાદ તેમના દસ્તાવેજોની ચકાસણીની લાંબી અને જટિલ પ્રક્રિયામાંથી મુક્તિ મેળવવા માટે પોલીસે ’પ્રતિરક્ષા’ નામની ખાસ એપ્લિકેશન વિકસાવી છે. આ એપ્લિકેશનની મદદથી હવે માત્ર શંકાસ્પદ વ્યક્તિનો ચહેરો સ્કેન કરવાથી જ સેકન્ડોની અંદર તેના આધારકાર્ડ સહિતની તમામ મૂળભૂત વિગતો પોલીસ સમક્ષ આવી જશે.ગુજરાત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ’ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત આ એપ્લિકેશન આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. અમદાવાદ જેવા મહાનગરો ઉપરાંત સરહદી વિસ્તાર ધરાવતા કચ્છ જિલ્લામાં પણ આ પ્રકારની 
ટેકનોલોજી ઘૂસણખોરી રોકવા અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સરહદી અને સંવેદનશીલ વિસ્તારોમાં આ એપ્લિકેશનના માધ્યમથી સ્થાનિક પોલીસ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિના દસ્તાવેજોની અસલીયત સ્થળ પર જ તપાસી શકશે. આ એપ્લિકેશન સીધી આધાર ડેટાબેઝ સાથે જોડાયેલી હોવાથી જો કોઈ વ્યક્તિએ આધારકાર્ડમાં પોતાના ફોટા કે નામ સાથે છેડછાડ કરી હશે, તો પણ ફેસ સ્કેન થતાં જ સિસ્ટમમાં રહેલી તેની સાચી અને મૂળ વિગતો સ્ક્રીન પર દેખાઈ જશે. ઉલ્લેખનીય છે કે, પકડાયેલા અનેક બાંગ્લાદેશી ઘૂસણખોરોએ સ્થાનિક સ્તરે ખોટા દસ્તાવેજો બનાવીને પાસપોર્ટ, ચૂંટણીકાર્ડ અને અન્ય ઓળખપત્રો પણ કઢાવી લીધા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસની આ ઝુંબેશ દરમિયાન અત્યાર સુધીમાં કુલ ૨૬૯ જેટલા બાંગ્લાદેશી નાગરિકોના દસ્તાવેજો સંપૂર્ણપણે બોગસ હોવાનું સાબિત થયું છે. આ નવી ટેકનોલોજીના કારણે હવે અન્ય રાજ્યોમાંથી ગુનો કરીને ગુજરાતમાં આશરો લેતા ગુનેગારો અથવા ઓળખ છુપાવીને રહેતા ઘૂસણખોરો માટે બચવું અશક્ય બનશે, કારણ કે દસ્તાવેજ ગમે તેટલો આબેહૂબ નકલી બનાવ્યો હશે તો પણ ચહેરાની ઓળખ થતાં જ અસલી વિગતો પકડી શકાશે.

 

Comments

COMMENT / REPLY FROM