Trending News
શિક્ષણ સમાચાર

માંડવીમાં વિજ્ઞાન પ્રવાહની સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાને મંજૂરી 

17 June


પ્રદેશ મહામંત્રી અને ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ રાજ્ય સરકારનો વ્યક્ત કર્યો આભાર 

માંડવી - કચ્છઉદય : ગુજરાત સરકાર દ્વારા માંડવી વિધાનસભા ક્ષેત્રના માંડવી શહેર મધ્યે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. માંડવી ખાતે આવેલી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહ (સાયન્સ) મંજૂર કરવામાં આવ્યો છે. સરકારના આ પ્રશંસનીય નિર્ણયથી માંડવી અને તેની આસપાસના વિસ્તારોના વિદ્યાર્થીઓને મોટી ભેટ મળી છે. અત્યાર સુધી માંડવીમાં વિજ્ઞાન પ્રવાહમાં એડમિશનથી વંચિત રહી જતા સ્થાનિક વિદ્યાર્થીઓને હવે ગુજરાત ભાજપ સરકારના આ લોકઉપયોગી નિર્ણયથી ખૂબ જ સરળતાથી ઘરઆંગણે જ પ્રવેશ મળી રહેશે.
આ ભગીરથ કાર્ય બદલ માંડવી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અનિરુદ્ધ દવે દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા તેમજ રાજ્ય કક્ષાના મંત્રીઓ ત્રિકમભાઈ છાંગા અને રીવાબા જાડેજાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સરકારી સાયન્સ સ્કૂલ શરૂ થતાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં ખૂબ જ મોટો ફાયદો થશે.
------- 

Comments

COMMENT / REPLY FROM