Trending News
સ્થાનિક સમાચાર

નલીયા નજીક ઓવરલોડિંગ રેતી વહન કરતી ટ્રક ઝડપાઈ 

17 June


૧૦.૦૫ લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત

ભુજ - કચ્છઉદય : અબડાસા તાલુકાના તેરા - નલીયા હાઇવે પાસે ગેરકાયદેસર રીતે ઓવરલોડિંગ સાદી રેતી ખનીજનું વહન કરતી એક ટ્રકને ઝડપી પાડી સીઝ કરવામાં આવી છે. કચ્છ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન અને અબડાસાના નાયબ કલેક્ટર ચેતન પ્રજાપતિની સૂચના અનુસાર અબડાસાના મામલતદાર એ. આર. નિનામા તથા તેમની ટીમ દ્વારા તેરા - નલીયા હાઇવે પર તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન સાદી રેતી ખનીજનું વહન કરતી ટ્રક નંબર જીજે ૨૩ વાય ૧૮૮૧ ને જપ્ત કરવામાં આવી છે. આ ટ્રકમાં ૨.૭૪ મેટ્રિક ટન જેટલી સાદી રેતી ખનીજ ક્ષમતા કરતાં વધારે એટલે કે ઓવરલોડિંગ ભરેલી હતી. આ ઉપરાંત, ટ્રકને ઈસ્યુ કરવામાં આવેલા રોયલ્ટી (ડીસી) પાસનો સમય પૂર્ણ થઈ ગયો હોવા છતાં તે જ સમયગાળા દરમિયાન ટ્રકમાં ખનીજ ભરીને તેનું વહન કરવામાં આવી રહ્યું હતું. મામલતદારની ટીમ દ્વારા અંદાજે ૧૦ લાખ રૂપિયાની કિંમતની ટ્રક સહિત કુલ રૂપિયા ૧૦,૦૫,૧૪૬નો મુદ્દામાલ સીઝ કરીને અબડાસા મામલતદાર કચેરીના કેમ્પસમાં રાખવામાં આવ્યો છે અને આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
------------ 

Comments

COMMENT / REPLY FROM