ભુજ સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાનના નવ નિયુક્ત પ્રમુખ અને કારોબારી ટ્રસ્ટીઓનું સન્માન
ભુજ - કચ્છઉદય : પૂરશાદાદાના પાવન સાનિધ્યમાં પૂરશાદાદા સમિતિ તથા અબડાસા, નખત્રાણા અને લખપત સારસ્વત મહાસ્થાનના સંયુક્ત ઉપક્રમે ભુજ સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાનના નવ નિયુક્ત પ્રમુખ અને કારોબારી ટ્રસ્ટીઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમ દરમિયાન ભુજ સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાનના પ્રમુખશ્રી હિમાંશુભાઈ ચાબડને સાફો પહેરાવી તેમજ તમામ કારોબારી ટ્રસ્ટીઓને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પૂરશાદાદા સમિતિના લાભશંકર બોડા, અરવિંદભાઈ બોડા, નખત્રાણા મહાસ્થાનના પ્રકાશભાઈ સોનપાર, દેવેન્દ્રભાઈ સોનપાર, દિનેશભાઈ સોનપાર, મિતેશભાઈ સોનપાર, શંકરભાઈ જોશી, વાલજીભાઈ બોડા, અબડાસા મહાસ્થાનના રમેશભાઈ જોશી, અરવિંદભાઈ જોશી, જનકભાઈ રાડિયા તેમજ લખપત તાલુકાના નિલેશભાઈ કનૈયા અને પ્રશાંતભાઈ રાડિયાએ વિશેષ જહેમત ઉઠાવી હતી.ભુજ સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાનની નવી કારોબારીના સન્માન પ્રસંગે સમાજસેવક ભરતભાઈએ મહાસ્થાનોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ભુજ મહાસ્થાનના ૬૪ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત સમાજને યુવા પ્રમુખ મળ્યા છે, જે સમગ્ર સમાજ માટે ગૌરવની બાબત છે.નવ નિયુક્ત પ્રમુખ હિમાંશુભાઈ ચાબડે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે સમાજના તમામ વર્ગોને સાથે રાખી સમાજ વિકાસના કાર્યોને વધુ વેગ આપવામાં આવશે અને એકતા, પારદર્શિતા તથા પ્રગતિને પ્રાથમિકતા આપવામાં આવશે. અખિલ કચ્છ સારસ્વત મહાસ્થાન ના પ્રમુખ શ્રી ગિરીશ લાલજી ખીયરા જણાવ્યુંકે યુવાઓ સમાજ માટે ઘણું કરી શકે છે. આપણે મોટાઓ એ એમના પર વિશ્વાસ મૂકવો પડશે.આ પ્રસંગે વાલજીભાઈ ધિક્કા, ગિરીશભાઈ બોડા, ડૉ. શૈલેષભાઈ જોશી, શૈલેશભાઈ વરધિયા, પ્રભુલાલભાઈ જેઠા, ઈશ્વરભાઈ જોશી તથા જિતેન્દ્રભાઈ પુરખાએ નવી કારોબારીને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે યુવાનોની ઉર્જા અને વડીલોનો અનુભવ સમાજ વિકાસ માટે અમૂલ્ય સંપત્તિ છે. બંનેના સંગમથી સમાજને વધુ સંગઠિત અને સશક્ત બનાવી શકાય છે. નિકુંજ રત્નેશ્વર, રિશી સોનપાર અને ભરત ધોલીએ પણ નવી કારોબારીને અભિનંદન પાઠવી ખાતરી આપી હતી કે ભુજ સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાનના તમામ કાર્યક્રમો અને સમાજહિતના કાર્યોમાં યુવા ટીમ હંમેશા સક્રિય સહયોગ આપતી રહેશે. સંચાલન અરવિંદભાઈ જોશીએ અને આભારવિધિ પ્રકાશભાઈ સોનપારે કરી હતી.
-------

Comments