ભુજની વીડી હાઈસ્કૂલના ૧૯૯૫ના છાત્રોએ સામુહિક બિઝનેસ માટે વિચાર વહેતો મુક્યો
ભણતરની સાથે ગણતરથી પણ દિશા મળે, સળંગ પાંચમું જીટુજી યોજાયું
ભુજ-કચ્છઉદય : સતત ચાર વર્ષથી ગેટ ટુ ગેધર કરીને ભુજની વીરજી દેવશી હાઈસ્કૂલ (વી. ડી.) ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ હવે આર્થિક અને વ્યવસાયિક સોપાનો માટે આગળ વધવાની તૈયારી કરી છે. વીડી ૧૯૯૦થી ૧૯૯૫ના બેચના વિદ્યાર્થીઓએ તાજેતરમાં સળંગ પાંચમું ગેટ ટુ ગેધર યોજ્યું હતું. સ્કૂલના પૂર્વ છાત્રો દ્વારા આવી રીતનું મિલન યોજાતું હોય એવુ જવલ્લે જ બનતું હોય છે. માંડવીના રિસોર્ટમાં યોજાયેલા આ જીટુજીની પાંચમી એડિશનમાં ગ્રુપના મિત્રો નવા વ્યવસાયિક આયામો તરફ આગળ વધે તેમ વિચાર વહેતો મુકાયો હતો. ભણતરની સાથે ગણતરથી પણ જીવનને દિશા મળતી હોવાનું જણાવાયું હતું.વિદેશમાં સંઘર્ષ બાદ વિઝનરી સફળતા મેળવીને યુથ આઇકોન બનેલા લેવા પટેલ સમાજના ટ્રસ્ટના ઉપપ્રમુખ અને કે. કે. હોસ્પિટલમાં દર્દીઓ માટે સહાયભૂત બનતા એવા વીડી ૯૫ ગ્રુપના પૂર્વ વિદ્યાર્થી અને ’હિમ્સ’ ના ડાયરેક્ટર ધનસુખ શિયાણીએ સામુહિક રીતે બિઝનેસમાં ઝમ્પલાવવાનો આ યોગ્ય સમય હોવાનું કહ્યું હતું. માંડવીના ધ પામ રિસોર્ટના તેઓ યજમાન રહ્યા હતા.વીડી હાઈસ્કૂલમાં ભણીને ડોક્ટર, ઈજનેર, બિલ્ડર, હોટેલીયર, પત્રકાર, શિક્ષક, પ્રોફેસર સહિતના ધંધા વ્યવસાયમાં જોડાયેલા મિત્રોએ સ્કૂલ સમયની જાણે મજા માણી હતી. ગ્રુપના માનદ પ્રમુખ હેતલ કોટકે મિત્રતા થકી જિંદગી બદલાઈ જતી હોવાની વાત મૂકી હવેનો સમય જે કંઈ પણ કરો તેને હકારાત્મક પરિણામલક્ષી બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. મુંબઈથી કેતન મેહતા, અમદાવાદથી મોસમ પંડ્યા, આશિત ભટ્ટ, અમિત દવે, રાજકોટથી જીગ્નેશ ઠક્કર સહિતના પૂર્વ છાત્રો પહોંચ્યા હતા અને આગામી પેઢી માટે સફળતાના સૂચનો કર્યાં હતા. વીડી ૯૫ ગ્રુપના કિરણ પારેખ, દીપન દેસાઈ, ઉમેશ પાટડીયા, વિપુલ રામાણી, અનિલ રાજગોર, હિરેન ઠક્કર, ભાવિન માહેશ્વરી, સુનિલ ઠક્કર, મનીષ દોશી, ચંદ્રસિંહ જાડેજા, ગિરિરાજસિંહ જાડેજા, ડો. મિહિર વોરા, જીતેન્દ્ર બ્રહ્મક્ષત્રિય, ફારૂક ખત્રી સહિતના મિત્રો ભેટ દાતા અને સહયોગી બન્યા હતા. સંચાલન ભાવિન વોરાએ કર્યું હતું. સ્વાગત હર્ષ વૈદ્યએ અને આભારવિધિ મિતેષ ઠકકરે કર્યાં હતા.
---------

Comments