કુક્મા ત્રણ રસ્તા પાસે ૬૦૨ ગ્રામ ગાંજા સાથે ભુજનો યુવક ઝડપાયો
ભુજ - કચ્છ ઉદય : કુકમા ત્રણ પાસે ગાંજા સાથે ભુજનો યુવક પકડાયો હતો. આ મામલે મળતી વિગતો મુજબ, એસઓજીની ટીમ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ નરેન્દ્રસિંહ ઝાલા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે કુક્મા ત્રણ રસ્તા નજીક શેખપીર દરગાહના પાછળના ભાગે વોચ ગોઠવવામાં આવી હતી. દરોડા દરમિયાન પોલીસે ભુજના રામનગરી વિસ્તારમાં રહેતા મયુરગર મહેશગર ગુસાઈને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ૬૦૨ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. ૩૦,૧૦૦ થાય છે. આ મામલે આરોપી વિરુદ્ધ પધ્ધર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેનો સપ્લાય કોને કરવાનો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.
.....

Comments