Trending News
ક્રાઈમ

ગાંધીધામમાંથી વરલી મટકાના જુગારનો મોટો પર્દાફાશ : ૭ શખ્સો ઝડપાયા : જુગારીઓમાં ફેલાયો ફફડાટ.!

17 June


ગાંધીધામ :ગાંધીધામ "એ" ડિવિઝન પોલીસ દ્વારા જુગાર વિરોધી અભિયાન અંતર્ગત નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક નિરજ કોરડિયા, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર તથા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ "એ" ડિવિઝન પોલીસના પીઆઈ એમ.જે. રાઠોડ અને સર્વેલન્સ સ્ટાફે ખાનગી બાતમીના આધારે ભારતનગર વિસ્તારના કૈલાશનગર ખાતે દરોડો પાડી વરલી મટકાના આંક ફરકના જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે. પોલીસે આ કેસમાં દીપકભાઈ મહેન્દ્રભાઈ આચાર્ય, ભાવીનભાઈ રામજીભાઈ ગઢવી, સુરેશભાઈ બીજલભાઈ સથવારા, મુકેશભાઈ બાબુલાલ ઠક્કર, જગદીશભાઈ જીવણભાઈ સથવારા, બાબુલાલ ત્રિલોકજી રેગર તથા ચંદુલાલ ઉર્ફે ચંદ્રેશ બીજલભાઈ સથવારાને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દરોડા દરમિયાન પોલીસે ૫૨ પાનાની ગંજીપત્તી તથા રોકડા રૂ. ૧૨,૩૯૦ મળી કુલ રૂ. ૧૨,૩૯૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સમગ્ર કામગીરી ગાંધીધામ "એ" ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.જે. રાઠોડ તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

............

 

Comments

COMMENT / REPLY FROM