રાપર સગીરાના અપહરણ અને પોક્સો કેસમાં મોટો ખુલાસો : અજમેરથી ઇમામ-કાઝીની ધરપકડ
ગેરકાયદેસર ધર્મપરિવર્તન અને નિકાહ કરાવ્યાનો આરોપ
અઈજીશ્રી, એસપીશ્રી પૂર્વ કચ્છના સીધા માર્ગદર્શન હેઠળ ભચાઉ ડીવાયએસપી સાગર સાબડાના નેતૃત્વ તળેની ટીમ દ્વારા ગેરકાયદેસર ધર્માંતરણ કેસમાં બે આરોપીઓને ઝડપ્યા : રાપર પોલીસ તથા એલસીબી સહિતનાઓની અલગ અલગ ટીમો કાર્યરત કરી ગંભીર ગુનામાં મેળવી મોટી સફળતા
ગાંધીધામ : રાપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સગીરાના અપહરણ, પોક્સો અને ગેરકાયદેસર ધર્મપરિવર્તનના ગંભીર ગુનામાં વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. અગાઉ મુખ્ય આરોપી જાહીન અબ્દુલ ચૌહાણ (રાપર)ની ધરપકડ કર્યા બાદ તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે ભોગ બનનાર સગીરાને અજમેર (રાજસ્થાન) લઈ જઈ ખ્વાજા સાહેબ દરગાહ ખાતે ઇમામ/કાઝી મોહમદ રમજાન જાનમોહમદ (ઉ.વ. ૩૪, અજમેર) દ્વારા ગેરકાયદેસર રીતે ઇસ્લામ કબૂલ કરાવી નિકાહ કરાવવામાં આવ્યો હતો.આ માહિતીના આધારે રાપર પોલીસે અજમેર ખાતે કાર્યવાહી કરી ઇમામ/કાઝી મોહમદ રમજાન જાનમોહમદને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં તા. ૧૯/૦૬/૨૦૨૬ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ-૨૦૨૧, બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ તથા પોક્સો એક્ટની વધુ કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે.આ સમગ્ર કાર્યવાહી બોર્ડર રેન્જ ભુજ-કચ્છના આઈજી ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર તથા ભચાઉ ડીવાયએસપી સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.આ કાર્યવાહીમાં પો.ઇન્સ. આર.એલ. ખટાણા,પો.સ.ઇ. વી.એ. ઝા, પો.સ.ઇ. એચ.વી. કાતરિયા, હેડ કોન્સ્ટેબલ નાથાભાઈ તેજાભાઈ, હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઈ જોહાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્ર યમનજી, પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહ ઇન્દુભા, પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ વશરાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રસિંહ ઘનુભા, પોલીસ કોન્સ્ટેબલ વિશનભાઈ ખેગારભાઈ, પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ પ્રવિણસિંહ,
પોલીસ કોન્સ્ટેબલ નિર્મળસિંહ જગદીશસિંહ તેમજ રાપર પોલીસ સ્ટાફઅધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.આ કેસમાં અગાઉ ધરપકડ કરાયેલ મુખ્ય આરોપી જાહીન અબ્દુલ ચૌહાણ (ઉ.વ. ૨૭, રાપર) સામે પણ કાર્યવાહી ચાલુ છે.
..........

Comments