ભુજ તાલુકા શિક્ષક મંડળીએ સભાસદોના તેજસ્વી તારલાઓને સન્માન્યા
આગામી ૫ વર્ષ માટે વર્તમાન કારોબારીની પુનઃ બિનહરીફ વરણી કરાઈ : ધિરાણ મર્યાદા રૂ. ૧૦ લાખ કરાઈ, વ્યાજ દર પણ ઘટાડાયો
ભુજ - કચ્છઉદય : ભુજ તાલુકા પં. પ્રાથમિક શિક્ષક કર્મચારી ધિરાણ સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા પિથોરાપીર મંદિર હોલ ,ભુજ ખાતે યોજાઈ હતી. પ્રમુખ નિલેશ ગોરના અધ્યક્ષસ્થાને યોજાયેલી સાધારણ સભામાં જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, પૂર્વ ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલા, જિલ્લા સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા ,ખજાનચી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જીતેન્દ્ર ઠક્કર, રાજ્યસંઘના ઉપપ્રમુખ વિલાસબા જાડેજા, ધીરજ ઠક્કર, રશ્મિકાંત પંડ્યા, કાંતિભાઈ સુથાર, કેળવણી નિરીક્ષકો દિલીપસિંહ જાડેજા , યોગેશ જરદોશ સહિતના આગેવાનો ઉપરાંત બહોળી સંખ્યામાં સભાસદો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. પ્રારંભમાં સમૂહ પ્રાર્થના અને મંચસ્થોના હસ્તે દીપ પ્રાગટય બાદ મંડળીના ઉપપ્રમુખ ભાવેશ મોતાએ સૌને આવકાર્યા હતા. સંસ્થાના માનદમંત્રી હરિસિંહ જાડેજાએ ગત સાધારણ સભાની કાર્યવાહીના વાંચન સાથે વર્ષ ૨૦૨૫- ૨૬ ના વાર્ષિક હિસાબો અને મંડળીનો પ્રગતિ રિપોર્ટ રજૂ કર્યો હતો તેમજ નફાની નિયમાનુસાર ફાળવણી કરી હતી. વર્ષ દરમ્યાન મંડળીએ કરેલા રૂ. ૨૫ લાખ ૭૩ હજાર જેટલા નફાનો શ્રેય તેમણે સૌ સભાસદોને આપ્યો હતો. પ્રમુખ નિલેશ ગોર દ્વારા સભાસદો માટે મહત્તમ ધિરાણ મર્યાદા વધારી રૂ. ૧૦ લાખ કરવા, વિદ્યાસહાયકોને પણ રૂ. ૨ લાખ સુધીની લોન આપવા સાથે સભાસદોના હિતમાં લોનના વ્યાજદરમાં ૨ ટકા ઘટાડો કરવા , માસિક ફરજિયાત બચત રૂ. ૧૨૦૦ કરવા જેવા મહત્વના નિર્ણયોની જાહેરાત કરી હતી જેને ઉપસ્થિતોએ બહાલી આપી હતી. આ સાથે મંડળીની ૧૧ સભ્યોની વર્તમાન કારોબારીની પુનઃ આગામી ૫ વર્ષ માટે બિનહરીફ વરણી કરવામાં આવી હતી જેને ઉપસ્થિત સૌએ વધાવી હતી.
સભાસદોના સંતાનો કે જેમણે ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષામાં ૬૦ ટકા કે તેથી વધારે ગુણથી ઉતીર્ણ થયેલા હતા તેવા તમામ ૩૩ જેટલા તેજસ્વી તારલાઓનું મીનાબેન પ્રવિણ ભદ્રા પરિવાર તથા તાલુકા મંડળી વતી શિલ્ડ, મેડલ અને શૈક્ષણિક કીટ દ્વારા મંચસ્થ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. મંડળીને ભેટ આપનાર દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ બંને શિક્ષણ અધિકારીઓએ બાળકોને પ્રોત્સાહિત કરી તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે તેમણે આયોજનને બિરદાવી મંડળીને ઉત્તરોતર પ્રગતિની શુભેચ્છાઓ પાઠવી હતી. તાલુકા વિકાસ અધિકારી દિક્ષિતકુમાર ઠક્કર, બી.આર.સી. કો. ઓર્ડીનેટર ભરત પટોડિયા, જિલ્લા કેળવણી નિરીક્ષક ઉમેશ રૂગાણી સહિતનાઓએ મંડળીને શુભકામનાઓ પાઠવી હતી. જિલ્લા સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા, જિલ્લા મંડળીના પ્રમુખ રાજેશ ગોર,તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા સહિતનાઓએ મંડળીની કાર્યશૈલીને બિરદાવી મંડળીને સભાસદો માટે ખૂબ જ ઉપયોગી ગણાવી હતી. મંડળીના નિર્ણયોની સરાહના કરતાં તેમણે નવી કારોબારીને અભિનંદન પાઠવ્યા હતા. મંડળીના તમામ સભાસદોને સ્થળ પર જ ગિફ્ટ સ્વરૂપે બ્રાન્ડેડ કંપનીની ઇલેક્ટ્રિક કિટલી ભેટ આપવામાં આવી હતી. શેરની જમા રકમ પર ૧૦ ટકા લેખે ડિવિડન્ડ તથા ફરજિયાત બચત પર પ ટકા લેખે વ્યાજની રકમ મળી કુલ રૂ. ૧૯ લાખ, ૮૭ હજાર જેટલી માતબર રકમ બીજા જ દિવસે સભાસદોના ખાતામાં જમા કરાવવામાં આવી હતી. દાતા ભદ્રા પરિવારની દીકરી કુ. નિધિ ભદ્રાનું વિશિષ્ટ સિધ્ધિ બદલ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંડળીના કારોબારી સભ્યો જયેન્દ્રસિંહ ઝાલા અને કૃપા નાકરે જયારે આભારવિધિ પરેશ મોતાએ કરી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા મંડળીના અશોક જાટિયા, ઉમંગ પરમાર, ધીરજબા વાઘેલા, કિશોર ડાભી, ઉત્તમ મોતા, આશુતોષ પંડયા, દિનેશ મહેશ્વરી વગેરેએ જહેમત ઉઠાવી હતી તો હિતેશ મહેશ્વરી, કરસન ચૌધરી, અમિત વૈષ્ણવ, વિક્રમ ગણાત્રા, સંદિપ બોડા, નીતિન પટેલ, વિપિન પ્રજાપતિ સહિતનાઓએ ભેટ વિતરણ વ્યવસ્થામાં સહયોગી બન્યા હતા.
---------

Comments