મહારાઓ વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલયની નવી કારોબારીની રચના કરાઈ
ભુજ - કચ્છઉદય : અહીના મહારાઓ વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલયની મળેલી સામાન્ય સભામાં વર્ષ ૨૦૨૬-૨૭ની નવી કારોબારીની રચના કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, ઉપપ્રમુખ સંજયભાઈ ઠાકર, મંત્રી નરેશ અંતાણી તથા કારોબારી સભ્યો તરીકે પીયૂષભાઇ પટ્ટણી, મલ્હારભાઇ બૂચ, કીર્તિભાઈ ખત્રી, દિનેશભાઈ મહેતા, રક્ષકભાઈ અંતાણી, હરેશભાઇ ધોળકિયા, રેશ્માબેન ઝવેરી, સાવિત્રીબેન જાટ તથા મનનભાઈ ઠક્કરની વરણી કરાઈ હતી.
----------

Comments