Trending News
સ્થાનિક સમાચાર

અખિલ કચ્છી રાજગોર મહાસભા દ્વારા સીએસસી સેન્ટર ખુલ્લું મુકાયું

16 June



ભુજ-કચ્છઉદય : અખિલ કચ્છી રાજગોર મહાસભા દ્વારા ભુજ ખાતે ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારની યોજનાઓનો કોમન સર્વિસ સેન્ટર (સીએસસી)દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લુ મુકાયું હતું. ઉપરોક્ત સેન્ટરમાં આવકના દાખલા, વિધવા સહાય, વૃદ્ધ સહાય, વિકલાંગ સહાય, આયુષ્યમાન કાર્ડ, સિનિયર સિટીઝન આયુષ્યમાન કાર્ડ, વહાલી દિકરી યોજના, કુવરબાઈનું મામેરુ, જી કાર્ડ પેન્શન માટે, શ્રમ કાર્ડ વગેરે યોજનાઓની માહિતી, માર્ગદર્શન તથા તેની પ્રોસિજર કરી આપવામાં આવશે. દીપ પ્રાગટ્યમાં મહાસભાના પ્રમુખ ભરતભાઈ જે ગોર, કાર્યકારી પ્રમુખ અરવિંદભાઈ સી ગોર, મહામંત્રી નીતિનભાઈ કેશવાણી, ઉપપ્રમુખ બાલકૃષ્ણભાઈ માકાણી, ખજાનચી વિરેનભાઈ નાગુ, કારોબારી સભ્ય, જેષ્ઠાનગર રાજગોર સમાજના પ્રમુખ પરેશભાઈ ગોર વગેરે હાજર રહ્યા હતા. સોમથી શનિ દરરોજ સાંજે ૫ થી ૮ કાર્યાલય ખુલ્લું રહેન. જેનું સરનામું ઇન્સ્યોરન્સ પોઇન્ટ બી/૭, કતીરા કોમ્પ્લેક્સ ૨, સંસ્કારનગર, ભુજ ખાતે. 
--------

Comments

COMMENT / REPLY FROM