મુસ્લિમ એજ્યુકેશન કેમ્પસમાં નવા હોસ્ટેલ ભવનની પાયાવિધિ કરાઈ
ભુજ - કચ્છઉદય : ધી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી ભુજ મ્યુઝ કેમ્પસમાં હોસ્ટેલ બિલ્ડિંગની પાયાવિધિ સંગે બુનિયાદ ફરઝંદે એ મુફ્તી એ આઝમ કચ્છ સૈયદ અલ્હાજ હાજી અમીનશા બાવાના હસ્તે રાખવામાં આવી હતી. આ બિલ્ડિંગમાં મુસ્લિમ સમાજના સખી દાતાઓને ગુજારીશ વિનંતી કરેલ કે એજ્યુકેશન ક્ષેત્રે, હોસ્ટેલ અને સ્કુલ માટે તેમજ મેડિકલ ક્ષેત્રમાં ઉદાર હાથે દાન આપે એવું બાવા સાહેબે જણાવ્યું હતું. સંસ્થાના ચેરમેન હાજી અલીમોહમ્મદભાઈ જત જણાવ્યું હતું કે સંસ્થાના ટ્રસ્ટ મંડળે આ બિલ્ડિંગનું નામ "સૈયદ હાજી અહમદશા બુખારી" હોસ્ટેલ આપેલ જેની જાહેરાત ચેરમેનએ પોતાના વક્તવ્યમાં જાણ કરી હતી અને જણાવ્યું હતું કે આ બિલ્ડીંગનું અંદાજિત ખર્ચ ૨.૫૦ કરોડ જેવો થાય છે. આ બિલ્ડિંગમાં એક રૂમનો ખર્ચ રૂા.૪, ૫૧, ૦૦૦ જેવું થાય છે જે કોઈ દાતાઓ રૂા.૪, ૫૧, ૦૦૦ કે તેથી વધારે ડોનેશન આપશે તેઓના નામની તકતી રૂમ ઉપર લગાડવામાં આવશે. વાઇસ ચેરમેન હાજી અમીરઅલીભાઇ લોઢીયાએ સંસ્થાનો પરિચય આપ્યો હતાો. સંસ્થાના સેક્રેટરી હાજી જુમાભાઈ નોડે આવેલા તમામ મહેમાનનું સ્વાગત કર્યું હતું. સંસ્થાના પૂર્વ ચેરમેન સૈયદ હાજી અબ્દુલરસુલશાએ આભારવિધિ વ્યક્ત કરી હતી. સંસ્થાના સેક્રેટરી જુણશભાઈ હીંગોરા, પૂર્વ ખજાનચી અબ્દુલકરીમભાઈ મેમણ, ખજાનચી બસીરભાઈ મેમણ, ટ્રસ્ટીઓ ઈસ્માઈલભાઈ કોરેજા, જુસબભાઈ બાફણ, સલીમભાઈ નોડે, અજીજભાઈ ચંગલ, શાળાના પ્રિન્સિપલો જુસબખાન ટાંક, પંજવાણી નૂરુદીન, હનીફશાહ સૈયદ તેમજ સ્ટાફગણ હાજર રહ્યા હતા. તેવી સંસ્થાની યાદી સેક્રેટરી હાજી જુમાભાઇ નોડે જણાવ્યું હતું.
--------

Comments