Trending News
સ્થાનિક સમાચાર

માતૃશ્રી આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલય ખાતે ‘ટ્રાફિક સુરક્ષા’ સેમિનાર યોજાયો

16 June



ભુજ - કચ્છઉદય : કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ, ભુજ સંચાલિત માતૃશ્રી આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલય ખાતે શાળાના વિદ્યાર્થીઓ માટે ‘ટ્રાફિક સુરક્ષા અને
જાગૃતિ’ વિષય પર એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના ડિજિટલ અને ઝડપી યુગમાં શારીરિક તેમજ માર્ગ સુરક્ષા આપતા આ સમયાનુકૂળ કાર્યક્રમને સંસ્થાના ટ્રસ્ટી મંડળ દ્વારા બિરદાવવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય વક્તા અને જિલ્લા ટ્રાફિક ભુજના પોલીસ સબ ઇન્સપેક્ટર આર.વી.જોષીઅ.ે વિદ્યાર્થીઓ અને નાગરિકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને માર્ગ સુરક્ષા જાળવવા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે ખાસ અપીલ કરતાં જણાવ્યું હતું કે, દ્વિચક્રી વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને ફોર વ્હીલ ચલાવતી વખતે સીટબેલ્ટનો ઉપયોગ દંડથી બચવા માટે નહીં, પરંતુ પોતાની અમૂલ્ય જાન બચાવવા માટે કરવો અનિવાર્ય છે. વાહન ચલાવતી વખતે ક્યારેય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આ સાથે સીટી ટ્રાફિકના પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.બી.લાખણોત્રા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ટ્રાફિક વ્યવસ્થા તેમજ શિસ્ત અંગે પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. 
કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ અને ટ્રસ્ટીઓ દ્વારા ટ્રાફિકને લગતા વ્યવહારુ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેના પોલીસ અધિકારીઓએ ખૂબ જ સચોટ જવાબો આપ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી મંડળના અગ્રણીઓ મનજીભાઈ પિંડોરીયા (સેક્રેટરી, કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ), વિનોદભાઈ પિંડોરીયા (ખજાનચી, કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ), રામજીભાઈ સેંઘાણી (સંચાલક, કચ્છી લેવા પટેલ કુમાર વિદ્યાધામ), લક્ષ્મણભાઈ રાઘવાણી (દાતા ટ્રસ્ટી, કચ્છી લેવા પટેલ સમાજ) ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંકલન કો-ઓર્ડિનેટર એમ. આઈ. બાયડે કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન આચાર્ય કોમલબેન ઠક્કર તેમજ ગૃહપતિ ભરતભાઈ જોશીએ કર્યું હતું. હતું.
---------

Comments

COMMENT / REPLY FROM