Trending News
ક્રાઈમ

રાપરમાં સગીરાનું અપહરણ કરી શારીરિક અડપલાં કરાતા ચકચારઃ પોકસો તળે ફરિયાદ

16 June


રાપરઃ રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીર વયની દીકરીનું અપહરણ કરી તેની મરજી વિરુદ્ધ છેડતી અને શારીરિક અડપલાં કરવા અંગે બે શખ્સો સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.ફરિયાદ અનુસાર, આ કામના આરોપીઓએ ફરિયાદીની સગીર વયની દીકરીનું મોટરસાયકલ પર અપહરણ કર્યું હતું. ત્યારબાદ આરોપીએ તેણીની મરજી વિરુદ્ધ છેડતી તેમજ શારીરિકઅડપલાં કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે અન્ય એક આરોપીએ આ ગુનો આચરવામાં મદદગારી કરી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓના ડર અને આ ગંભીર ઘટનાના આઘાતને કારણે પીડિતાએ ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે રાપર સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં પ્રાથમિક સારવાર બાદ ફરજ પરના તબીબે વધુ સારવાર માટે ભુજ સરકારી હોસ્પિટલ ખાતે રી-ફર કરી છે. આ મામલે રાપર પોલીસે આરોપીઓ વિરુદ્ધ BNS કલમ ૧૩૭(૨), ૫૪, ૩૫૧(૩) તથા પોક્સો એક્ટ કલમ ૧૨, ૧૮ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હાલમાં આ કેસની તપાસ ચાલુ છે.
 

Comments

COMMENT / REPLY FROM