ભચાઉમાં એસઓજીનો સપાટો : ૧૮.૫૫ લાખના ૩૭ કિલો ગાંજા સાથે બે આરોપી ઝડપાયા
ગાંધીધામ : પૂર્વ કચ્છ પોલીસના " "NO DRUGS IN EAST KUTCH CAMPAIGN"" અંતર્ગત એસઓજી ગાંધીધામની ટીમે ભચાઉ નજીક નંદગામ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી ૩૭.૧૦૦ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. ખાનગી બાતમીના આધારે રામદેવ હોટલ પાસે કરાયેલી તપાસ દરમિયાન આરોપીઓના કબજામાંથી અંદાજિત ૧૮.૫૫ લાખનો ગાંજો મળી આવ્યો હતો.ઝડપાયેલા આરોપીઓની ઓળખ રૂદ્રપ્રધાન બાબુલાલ પ્રધાન અને પિન્ટુદાસ બંસીધરદાસ તરીકે થઈ છે, જે બંને ઓડિશા રાજ્યના રહેવાસી છે. પોલીસે ગાંજા ઉપરાંત મોબાઇલ ફોન, રોકડ રકમ અને અન્ય સામગ્રી સહિત કુલ ૧૮.૬૭ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.આ મામલે આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ માટે ભચાઉ પોલીસને સોંપવામાં આવ્યો છે. કાર્યવાહી એસઓજીના ઇન્ચાર્જ પી.આઈ. બી.વી. બોરીસાગરના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.
......

Comments