અબડાસામાં ફલાઈંગ સ્ક્વોડનું મેમા ઓપરેશન : નુંધાતડ પટ્ટામાં મોટી ખનીજ ચોરીનો ભાંડો ફૂટવાની શક્યતા
મેહુલ શાહની ટીમે મધરાતથી બપોર સુધી ચલાવ્યું ઓપરેશન : ખનીજ માફિયાઓમાં ફફડાટ : રોયલ્ટી ચોરી અને ગેરકાયદે ખનનના મોટા રેકેટના ખુલાસાની શક્યતા, કાયદાકીય કાર્યવાહી માટે તંત્ર સજ્જઃ નુંધાતડ વિસ્તારમાં સીધી રેડથી ખનીજચોરોમાં દોડધામ, મશીનો લીઝ વિસ્તારની અંદર ખસેડવાની પેરવી કરી હોવાના આક્ષેપો
નુંધાતડ વિસ્તારમાં ખનીજ માફીયાઓ સામે આંખ પણ ઉંચી કરવાની કોઈ હિમંત નથી કરતુ, દરોડો પાડવો કે સ્થળ પર જઈને કાર્યવાહી કરવાની તો વાત જ કયાં આવી? આવામાં ફલાઈટ સ્કવોર્ડની ટીમ મેહુલ શાહે દર્શાવેલી બહાદુરીએ સાબિત કર્યુ છે કે, શેરના માથે સવાસેર હોય જ છે..!
ગાંધીધામ :અબડાસા તાલુકાના નુંધાતડ ખનીજ પટ્ટામાં રાજ્ય સરકારની ફ્લાઈંગ સ્ક્વોડ ટીમ દ્વારા હાથ ધરાયેલ મેગા ઓપરેશનથી ખનીજ માફિયાઓમાં ભારે દોડધામ મચી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ફ્લાઈંગ સ્ક્વોડના મેહુલ શાહની આગેવાની હેઠળની ટીમે રાત્રીના ૧૨ વાગ્યાથી લઈને બપોર સુધી સતત કાર્યવાહી ચલાવી ખનીજ ચોરી સામે કડક વલણ અપનાવ્યું હતું.ચર્ચા મુજબ, અગાઉ પણ ખનીજ ચોરીના અનેક પ્રકરણોમાં જે મશીનો ઝડપાઈ ચૂક્યા છે અને જે કેસો હાલમાં કોર્ટમાં વિચારાધીન છે, તે જ જૂથ સાથે સંકળાયેલા મશીનો ફરી એકવાર નોંધાતળ વિસ્તારમાં શંકાસ્પદ સ્થિતિમાં જોવા મળ્યા હતા. ફ્લાઈંગ સ્ક્વોડની ટીમ બાજ નજર રાખીને ખનીજ ચોરી પકડવા માટે સ્થળ પર ધસી જતા સંકળાયેલા તત્વોએ ઉતાવળમાં પોતાના મશીનો હટાવી કેટલાક સાધનો લીઝ વિસ્તારની અંદર ખસેડવાની પેરવી કરી હોવાની ચર્ચા ચાલી રહી છે.નોંધનીય છે કે નોંધાતળ જેવા સંવેદનશીલ વિસ્તારમાં સ્થળ પર પહોંચી સીધી રેડ પાડવાની હિંમત અત્યાર સુધી બહુ ઓછી એજન્સીઓએ કરી છે. ત્યારે ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહી ખનીજ ચોરી અને રોયલ્ટી ચોરીના ગેરકાયદે કારોબાર સામે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.સૂત્રોના જણાવ્યા મુજબ ભુજ વિસ્તાર સાથે સંકળાયેલા કેટલાક જૂના ખનીજચોરોના નેટવર્કની પણ તપાસ ચાલી રહી છે અને લાંબા સમયથી ચાલી આવતી ખનીજ ચોરી તથા રોયલ્ટી ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે સંબંધિત તત્વો સામે કાયદાકીય કાર્યવાહી માટે પણ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.ખનીજ વિભાગ અને ફ્લાઈંગ સ્ક્વોડની આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે સાંજ સુધીમાં વધુ ચોંકાવનારા ખુલાસાઓ સામે આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
..........
ફલાઈંગની ટીમ ત્રાટકી તો સ્થાનિક તંત્ર, ખનીજ, પોલીસ કેમ નિંદ્રામાં?
હવે તપાસ આગળ વધતાં માત્ર ખનીજ ચોરી જ નહીં પરંતુ તેના પાછળ કાર્યરત સમગ્ર નેટવર્ક અને તેની સામે જવાબદાર વિભાગોની ભૂમિકા અંગે પણ અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવે તેવી શક્યતા
ગાંધીધામ : આ સમગ્ર પ્રકરણમાં સૌથી મોટો સવાલ વિવિધ સરકારી વિભાગોની જવાબદારીને લઈને ઊભો થયો છે. પશ્ચિમ કચ્છ ખાણ અને ખનીજ વિભાગની પ્રાથમિક જવાબદારી ગેરકાયદે ખનન, રોયલ્ટી ચોરી અને લીઝ શરતોના ભંગ સામે કાર્યવાહી કરવાની છે. જો લાંબા સમયથી ગેરકાયદે ખનન ચાલતું હોય તો તેની નિયમિત દેખરેખ અને ચકાસણી અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.મહેસૂલ વિભાગની જવાબદારી સરકારી જમીનો, તળાવ અને અન્ય જાહેર મિલકતો પર થતી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર નજર રાખવાની છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા મંજૂર થયેલા કામો અને સ્થળ પરની વાસ્તવિક સ્થિતિ વચ્ચે સુસંગતતા જળવાઈ રહી છે કે નહીં તેની ચકાસણી કરવી જરૂરી બને છે. જો મંજૂરીની આડમાં ખનીજનું ગેરકાયદે ઉત્ખનન થતું હોય તો તેની જવાબદારી નક્કી કરવાની માંગ પણ ઉઠી રહી છે.પોલીસ વિભાગની ભૂમિકા પણ એટલી જ
મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગેરકાયદે ખનન, ખનીજના બિનઅધિકૃત પરિવહન અને સરકારી આવકને નુકસાન
પહોંચાડતી પ્રવૃત્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવી પોલીસની ફરજ છે. જો ખનીજ ચોરીનું સંગઠિત નેટવર્ક કાર્યરત હોય તો તેમાં સંકળાયેલા તમામ તત્વો સામે ગુનાહિત કાર્યવાહી કરવી જરૂરી બને છે.ફ્લાઈંગ સ્ક્વોડની આ કાર્યવાહીથી નોંધાતળ સહિત સમગ્ર વિસ્તારમાં ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. હવે તપાસ આગળ વધતાં માત્ર ખનીજ ચોરી જ નહીં પરંતુ તેના પાછળ કાર્યરત સમગ્ર નેટવર્ક અને તેની સામે જવાબદાર વિભાગોની ભૂમિકા અંગે પણ અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
........
ખીરસરા-વિંજાણ પટ્ટામાં તળાવના નામે ખનીજ ચોરીની ચર્ચા ગરમ
જે સ્થળોએ તળાવ માટે મંજૂરી આપવામાં આવી હોવાનું દર્શાવવામાં આવે છે, ત્યાં હજુ સુધી જરૂરી જમીનની કેજીપી (દ્ભય્ઁ) સહિતની પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ન હોવા છતાં મોટા પ્રમાણમાં ખનીજનું ઉત્ખનન અને પરિવહન કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપા
ગાંધીધામ : અબડાસા તાલુકાના ખીરસરા-વિંજાણ પટ્ટામાં તળાવ ખોદકામના નામે મોટા પાયે ખનીજ ચોરી ચાલી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ જે સ્થળોએ તળાવ માટે મંજૂરી આપવામાં આવી હોવાનું દર્શાવવામાં આવે છે, ત્યાં હજુ સુધી જરૂરી જમીનની કેજીપી (દ્ભય્ઁ) સહિતની પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ન હોવા છતાં મોટા પ્રમાણમાં ખનીજનું ઉત્ખનન અને પરિવહન કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.સ્થાનિક વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે તળાવ વિકાસની આડમાં કિંમતી ખનીજનું ગેરકાયદે ખનન કરીને સરકારી રોયલ્ટીને નુકસાન
પહોંચાડવામાં આવી રહ્યું છે. જો ખનિજ વિભાગ, ફ્લાઈંગ સ્ક્વોડ અને જિલ્લા તંત્ર દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ખનીજ ચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની અને અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
..........
ખનીજચોરો કેવા માથાભારે બની ગયા છે જુઓ તો ખરા?
શું ખનીજ માફિયાઓ એટલા પ્રભાવશાળી બની ગયા છે કે તેઓ કાર્યવાહી પહેલાં જ પુરાવા હટાવી દેવાની સ્થિતિમાં છે?
ગાંધીધામ : નોંધાતળ વિસ્તારમાં ફ્લાઈંગ સ્ક્વોડની કાર્યવાહી દરમિયાન સામે આવેલી વિગતો અનેક સવાલો ઊભા કરી રહી છે. ચર્ચા મુજબ, રાજકોટથી આવેલી ફ્લાઈંગ સ્ક્વોડ જેવી અનુભવી ટીમ ખનીજ ચોરી પકડવા માટે સ્થળ તરફ આગળ વધી રહી હોવાની જાણકારી ખનીજ ચોરોને અગાઉથી જ મળી ગઈ હતી. પરિણામે ટીમ સ્થળ પર પહોંચે તે પહેલાં જ સંકળાયેલા તત્વોએ પોતાના મશીનો દોડાવીને ત્યાંથી હટાવી દીધા અને કેટલાક મશીનોને પોતાની મંજૂર લીઝ વિસ્તાર તરફ ખસેડવાની પેરવી કરી હોવાની ચર્ચા ચાલી રહી છે.જો આ ચર્ચાઓમાં સત્યતા હોય તો સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે સરકારી ટીમની હિલચાલની માહિતી ખનીજ ચોરો સુધી અગાઉથી કેવી રીતે પહોંચી? શું ખનીજ માફિયાઓ એટલા પ્રભાવશાળી બની ગયા છે કે તેઓ કાર્યવાહી પહેલાં જ પુરાવા હટાવી દેવાની સ્થિતિમાં છે? સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે આવા માથાભારે અને સંગઠિત ખનીજ ચોરો સામે સમયસર અને કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં ખનીજ માફિયાઓ વધુ બેફામ બની શકે છે. સરકારી તંત્રની કામગીરીને પડકારતી આવી પ્રવૃત્તિઓ માત્ર રોયલ્ટી ચોરી પૂરતી મર્યાદિત નથી, પરંતુ કાયદા અને શાસનની અસરકારકતા સામે પણ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. હવે તપાસ એ દિશામાં પણ થવી જરૂરી બની છે કે કાર્યવાહી અંગેની માહિતી લીક ક્યાંથી થઈ અને તેના માટે જવાબદાર કોણ છે.
........

Comments