અંધેરી કવિઓ સેવા સમાજ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો
ભુજ-કચ્છઉદય : અંધેરી કરછી વિશા ઓશવાળ સેવા સમાજ દ્વારા અને કવિઓ સ્થાનક વાસી જૈન મહાજન મુંબઈના સથવારે તેમજ માતૃશ્રી પ્રભાવતી વલ્લભજી માલશી ગાલા પરિવાર પ્રેરિત મુનિસુવ્રત સ્વામી મેડિકલ ફંડના સહયોગથી મેડિકલ ચેકઅપ કેમ્પ જોશી જાગીર હોલ અંધેરી પૂર્વમાં રાખવામાં આવેલ જેમાં લગભગ ૩૨૫ લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પના ઉદઘાાટક તરીકે વિજ્ઞેશ ભેદા, દિલીપ હરીઆ, રમણીકભાઇ ગાલા હતા. અતિથિ તરીકે સ્થાનકવાસી જૈન મહાજનના ઉપપ્રમુખ અનિલ ગંગર, સેક્રેટરી રાજન ધરોડ, કેતન સંધવી, નગરસેવિકા કેશરબેન પટેલ, દિશા યાદવ, પ્રભાગ સમિતિ અધ્યક્ષ નગરસેવક પ્રકાશ મુસરે, દિલીપ રાભિયા, ગીરીશભાઈ શાહ, શંભુગીરી બેચરગીરી હાજર રહી કાર્યકરોની ધગશ તેમજ કાર્યક્રમને સુશોભિત કરેલ હતો. આવકાર તેમજ સંચાલન ચંદ્રકાંત રામજી ગાલાએ કરેલ અને કેતન કેનિઆએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
--------

Comments