ભુજ તાલુકા ભાજપ દ્વારા વૃક્ષારોપણ - સ્વચ્છતા અભિયાન સહિતના કાર્યક્રમો યોજાયા
ભુજ-કચ્છઉદય : વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વિકાસલક્ષી અને જનકલ્યાણકારી નેતૃત્વ કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર કચ્છ સહિત ભુજ તાલુકાના તમામ ગામોમાં તાલુકા ભાજપ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યા હતા.ભુજ તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઈ બરાડિયાએ જણાવ્યું હતું કે મોદી સાહેબના સફળ ૧૨ વર્ષની ઉજવણી સમગ્ર દેશ અને રાજ્યો કરી રહ્યા છે ત્યારે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદના માર્ગદર્શન હેઠળ ભુજ તાલુકાના તમામ ગામોમાં સેવાલક્ષી કામો જેમ કે વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, પ્રગતિપથ યાત્રા, પ્રતિમાસફાઈ, સેવા સેતુ, જન સંપર્ક અભિયાન વગેરે કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભુજ તાલુકાના તમામ ગામોમાં "એક પેડ માં કે નામ " અંતર્ગત વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં તેના જતન માટે પણ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારબાદ ભુજ તાલુકાના તમામ ગામોમાં મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ થાય તે હેતુથી દરેક બુથ દીઠ ૧૨ વૃક્ષોનું જતન કરવાના સંકલ્પ સાથે વૃક્ષરોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુનરિયા ગામમાં સુરેશભાઈ છાંગા દ્વારા ૧૦૦૦ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા.કાર્યક્રમ અંતર્ગત માધાપર જેવા મોટા ગામની સાથે તાલુકાના દરેક ગામોમાં સ્વચ્છતા અભિયાન કરી ગામના વિસ્તારમાં સફાઈ અભિયાન કરી અને પ્લાસ્ટિક મુક્ત ભારતનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. સફાઈ અભિયાનના ભાગરૂપે મહાનુભવોની પ્રતિમા જેમા સરદાર વલ્લભભાઈ પટેલ, ડો.બાબાસાહેબ આંબેડકર, અટલબિહારી વાજપાઈ, મહાત્મા ગાંધીજી, રાણી લક્ષ્મીબાઈ, દેવાયતબાપા બોદર વગેરેની પ્રતિમાઓની સફાઈ કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી.પ્રગતિ પથયાત્રા અંતર્ગત મોદી સાહેબની દીર્ઘ દ્રષ્ટિથી જે કચ્છને અમૂલ્ય ભેટ મળી છે તેવા ધોરડોનો સફેદ રણ, આર.ઈ. પાર્ક, સ્મૃતિવન વગેરે સ્થળો પર લોકોને કચ્છના વિકાસની ઝાંખી માટે પ્રવાસ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા. ભુજ તાલુકાના વિવિધ ગામોમાં જન કલ્યાણ શિબિર, સેવાસેતુ કાર્યક્રમ, પ્રબુદ્ધ નાગરિક સંમેલન વગેરે જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.
ભુજ તાલુકાના આ કાર્યક્રમમાં જુદી-જુદી જગ્યાએ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં કચ્છના પ્રભારી મંત્રી અને રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, પ્રભારી ફલજીભાઈ ચૌધરી, ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, મહામંત્રી ભીમજીભાઇ જોધાણી, હિતેશભાઈ ખંડોર, ધવલભાઈ આચાર્ય, ભુજ તાલુકા ભાજપ પ્રભારી આણંદાભાઈ આહીર, સહપ્રભારી ડેનીભાઈ શાહ, તાલુકા મહામંત્રી લાલજીભાઈ વાઘાણી, દિનેશભાઇ ઠકકર, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો, તમામ કાર્યક્રમોના જિલ્લા-તાલુકા ઇન્ચાર્જઓ, તાલુકા ભાજપના હોદ્દેદારો, જિલ્લા-તાલુકા મોરચાના હોદ્દેદારો, શક્તિ કેન્દ્રના સંયોજકો, બૂથ પ્રમુખો, સિનિયર આગેવાનો, સરપંચો, આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા તેવું ભુજ તાલુકા કાર્યક્રમ ઇન્ચાર્જ દિપક ડાંગરએ જણાવ્યું હતું.
--------

Comments